(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રમાં કયા ભાજપના મહિલા નેતાનું કોરોનાની સારવાર દરમિયાન થયું નિધન? ભાજપમાં શોકનો માહોલ
રાજકોટ જીલ્લા પંચાયતની સાણથલી બેઠકના ભાજપના સભ્ય નિર્મળાબેન ધનજીભાઈ ભુવાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. છેલ્લા 20 દિવસથી નિર્મળાબેનની રાજકોટમાં સારવાર ચાલતી હતી. ત્યારે ગઈ કાલે નિર્મળાબેન ભુવાનું મૃત્યુ થયું હતું.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. હવે રાજકોટ જીલ્લા પંચાયતની સાણથલી બેઠકના ભાજપના સભ્ય નિર્મળાબેન ધનજીભાઈ ભુવાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. છેલ્લા 20 દિવસથી નિર્મળાબેનની રાજકોટમાં સારવાર ચાલતી હતી. ત્યારે ગઈ કાલે નિર્મળાબેન ભુવાનું મૃત્યુ થયું હતું.
નિર્મળાબેનની કોરોનાની સારવાર ચાલતી હતી ત્યાં જ તેમનું મૃત્યુ થતાં ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 5 દિવસ પહેલા જ જસદણ પંથકના જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના કોંગ્રેસના સભ્ય રણજીતભાઈ મેણીયાનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
કોરોનાને કારણે પાંચ દિવસમાં રાજકોટ જિલ્લા પંચાયતના બે સભ્યોના મૃત્યુ થયા છે. બન્ને જસદણ વિસ્તારના આગેવાનોના જ મૃત્યુ થતા જસદણ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણના દૈનિક કેસમાં ઘટાડો થવાની સાથે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે રાજ્યમાં વધુ 11 હજાર 146 દર્દીઓએ જીતી કોરોના સામેની જંગ જીતી છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 3 હજાર 510 દર્દીઓ રિકવર થયા છે. તો સુરતમાં 2 હજાર 316 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી છે. રાજકોટ શહેરમાં 684,વડોદરા શહેરમાં 345,જામનગર શહેરમાં 329, ભાવનગર શહેરમાં 180, જૂનાગઢ શહેરમાં 100 અને ગાંધીનગર શહેરમાં 106 દર્દીઓ થયા કોરોનામુક્ત રાજ્યમાં કોરોના સંક્રમણમુક્ત થનારા દર્દીની સંખ્યા વધતા રિકવરી રેટ પણ વધી 74.05 ટકા પર પહોંચી ગયો છે.
રવિવારે 18થી 44 વર્ષના સુધીના 25 હજાર 712 લોકોને રસીનો પ્રથમ ડૉઝ અપાયો હતો. આ સાથે 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષની ઉંમરના 32 હજાર 333 લોકોને રસીનો પ્રથમ ડૉઝ અપાયો છે. જ્યારે 57 હજાર 495 લોકોને રસીનો બીજો ડૉઝ અપાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1 કરોડ 24 લાખ 31 હજાર 368 લોકોને અપાઈ ચૂકી છે રસી.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 12978 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 152 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના (Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7508 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 11146 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 440276 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 46 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 146818 પર પહોંચ્યો છે. જેમાંથી 722 લોકો વેન્ટિલેટર પર અને 146096 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.05 ટકા છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશન-9, મહેસાણા-2, વડોદરા કોર્પોરેશન 11, ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશ 10, જામનગર કોર્પોરેશન- 7, સુરત 4, જામનગર-6, બનાસકાંઠા 3, ભાવનગર 6, વડોદરા 8, ખેડા 0, પાટણ 2, કચ્છ 3, મહીસાગર 1, ગાંધીનગર 0, આણંદ 0, ગાંધીનગર કોર્પોરેશન 0, જૂનાગઢ 6, જૂનાગઢ કોર્પોરેશન 3, સાબરકાંઠા 4, રાજકોટ 5, નર્મદા 1, અમરેલી 3, વલસાડ 1, પંચમહાલ 2, ગીર સોમનાથ 0, છોટા ઉદેપુર 2, નવસારી 1, સુરેન્દ્રનગર 7, મોરબી 1, તાપી 0, અરવલ્લી 1, દાહોદ 2, અમદાવાદ 1, પોરબંદર 0, ભરૂચ 6, દેવભૂમિ દ્વારકા 2, બોટાદ 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 153 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4683, સુરત કોર્પોરેશન 1494, મહેસાણા-565, વડોદરા કોર્પોરેશન 523, ભાવનગર કોર્પોરેશન 436, રાજકોટ કોર્પોરેશન 401, જામનગર કોર્પોરેશન- 398, સુરત 389, જામનગર-309, બનાસકાંઠા 226, ભાવનગર 222, વડોદરા 212, ખેડા 174, પાટણ 173, કચ્છ 169, મહીસાગર 169, ગાંધીનગર 162, આણંદ 161, ગાંધીનગર કોર્પોરેશન 153, જૂનાગઢ 147, જૂનાગઢ કોર્પોરેશન 146, સાબરકાંઠા 142, રાજકોટ 127, નર્મદા 121, અમરેલી 119, વલસાડ 117, પંચમહાલ 109, ગીર સોમનાથ 104, છોટા ઉદેપુર 97, નવસારી 97, સુરેન્દ્રનગર 92, મોરબી 90, તાપી 89, અરવલ્લી 80, દાહોદ 67, અમદાવાદ 61, પોરબંદર 53, ભરૂચ 44, દેવભૂમિ દ્વારકા 30, બોટાદ 27 અને ડાંગમાં એક પણ કેસ ન નોંધાતા કુલ 12978 કેસ રાજ્યમાં નોંધાયા છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4980, સુરત કોર્પોરેશન-1795, રાજકોટ કોર્પોરેશ 605, વડોદરા કોર્પોરેશન-547, મહેસાણા-517, ભાવનગર કોર્પોરેશન 410, સુરત 393, જામનગર કોર્પોરેશન- 390, જામનગર-353, વડોદરા 236, બનાસકાંઠા 198, ખેડા 196, પાટણ 169, નવસારી 164, ભાવનગર 163, કચ્છ 161, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 160, જૂનાગઢ કોર્પોરેશન 147, આણંદ 146, દાહોદ 144, જૂનાગઢ 136, મહીસાગર 135, સાબરકાંઠા 135, પંચમહાલ 133, વલસાડ 133, અરવલ્લી 127, સુરેન્દ્રનગર 117, ભરૂચ 113, ગીર સોમનાથ 106, મોરબી 102, તાપી 96, રાજકોટ 95, અમદાવાદ 80, નર્મદા 63, પોરબંદર 56, છોટા ઉદેપુર 54, અમરેલી 45, દેવભૂમિ દ્વારકા 41, બોટાદ 24 અને ડાંગ 22 કેસ સાથે કુલ 13847 કેસ નોંધાયા છે.