Gujarat Coronavirus: કોરોનાથી સૌરાષ્ટ્રના ભાજપના કયા નેતાનું થયું મોત ? જાણો વિગત
ગત વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. વેજાભાઇ વિધાનસભા ચૂંટણી લડવા ઉપરાંત અનેક સરકારી સંસ્થાઓમાં સભ્ય અને પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે.
પોરબંદરઃ ગુજરાતમાં કોરોનાએ (Gujarat Coronacases) કાળો કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં અનેક નેતાઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને તે પૈકી અમુક લોકોના મોત પણ થયા છે. આ દરમિયાન પોરબંદરના કુતિયાણાના (Kutiyana) ભાજપના (BJP) આગેવાનનું નિધન થયું છે.
કુતિયાણાના ભાજપના નેતા વેજાભાઈ મોડેદરા કોરોના સંક્રમિત થયા બાદ રાજકોટ ખાતે સારવારમાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. વેજાભાઇ વિધાનસભા ચૂંટણી લડવા ઉપરાંત અનેક સરકારી સંસ્થાઓમાં સભ્ય અને પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે.
બે વર્ષ પૂર્વે ભાજપમાં જોડાયા હતા
લોકસભા ચૂંટણી પહેલા પોરબંદર કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હતું. પોરબંદર કોંગ્રેસનાં 300 કાર્યકરો ભાજપમાં જોડાતાં જ કોંગ્રેસમાં સનસનાટી મચી ગઈ હતી. કોંગ્રેસનાં આગેવાન વેજાભાઈ મોડેદરા પણ ભાજપમાં જોડાયા હતા. તેઓ 2017માં કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતાં. બાબુ બોખરીયાએ ખેસ પહેરાવીને પક્ષમાં તેમનું સ્વાગત કર્યું હતું.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં કોરોના (Coronavirus) સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 10340 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 110 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે. રાજ્યમાં રવિવારે 3981 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,37,545 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 61 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 61647 પર પહોંચ્યો છે. જેમાંથી 329 લોકો વેન્ટિલેટર પર અને 61318 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.43 ટકા છે.