ગુજરાત સરકાર સૌરાષ્ટ્રને આપશે વધુ એક મોટી ભેટ, જાણો શું છે ખુશીના સમાચાર?
ગુજરાત સરકાર સૌરાષ્ટ્રને વધુ એક સરકાર ભેટ આપી શકે છે. સૌરાષ્ટ્રનો પ્રથમ આઈ ટી પાર્ક પ્રોજેક્ટ રાજકોટને મળી શકે છે. અટલ સરોવર પાસે 5 એકર જગ્યા તંત્રએ ફાળવી. ત્રણ લાખ સ્કવેર ફિટનું બુકીંગ.
રાજકોટઃ ગુજરાત સરકાર સૌરાષ્ટ્રને વધુ એક સરકાર ભેટ આપી શકે છે. સૌરાષ્ટ્રનો પ્રથમ આઈ ટી પાર્ક પ્રોજેક્ટ રાજકોટને મળી શકે છે. અટલ સરોવર પાસે 5 એકર જગ્યા તંત્રએ ફાળવી. ત્રણ લાખ સ્કવેર ફિટનું બુકીંગ. 70 કંપનીઓનું રજીસ્ટ્રેશન થયું છે. આજે ગાંધીનગરમાં આઈ ટી પાર્ક મુદે મહત્વની મિટિંગ છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, અગાઉ રાજકોટમાં આઈટી પાર્ક શરૂ કરવા માટે ૉદરખાસ્ત કરવામાં આવી હતી. જોકે, કોરોનાના કારણે આ ક્ષેત્રમાં કામગીરી અટકી ગઈ હતી. જોકે, હવે આ અંગે આજે મળનારી બેઠકમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે. આ બાબતે એક સરવે પણ કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં આઇટી પાર્ક સ્થપાતા રોજગારીની નવી તકો ઉભી થશે. આ ઉપરાંત આઉટસોર્સિંગ સહિતના પ્રશ્નો પર પણ પૂર્ણ વિરામ આવશે.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, દસ જ દિવસમાં સિઝનનો 33 ટકા વરસાદ ખાબક્યો
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્ચમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેંજ એલર્ટ અપાયું છે.
રાજ્યમાં ચોમાસુ જામ્યુ છે. ત્યારે જૂન મહિનામાં સરેરાશ અઢી ઈંચ વરસાદની સામે જુલાઈના 12 દિવસમાં જ સરેરાશ 12 ઈંચ વરસાદ થયો છે. જુલાઈ સરેરાશ વરસાદની સામે અત્યાર સુધીમાં કુલ 43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 10 દિવસમાં જ રાજ્યમાં ચોમાસાની સિઝનનો 33 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધારે છે.
તો મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ બોડેલી એપીએમસી પર મુખ્યમંત્રીએ પૂર પ્રભાવિત વિસ્તારની નુકસાનીનો સર્વે કરીને લોકોને મદદરૂપ થવા માટે જિલ્લા પ્રશાસન સાથે બેઠક કરીને માર્ગદર્શન પણ આપ્યુ હતુ.
તો અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનમાં વરસાદી આપદાને લીધે 69 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 28 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આ્યું છે. જ્યારે 511 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે 15 સ્ટેટ હાઈવે, 12 પંચાયત કે અન્ય માર્ગો તેમજ 439 માર્ગો સુરક્ષાની દ્રષ્ટીએ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. જ્યારે કચ્છમાંથી પસાર થતો એક નેશનલ હાઈવે બંધ કરાયો છે.