Gujarat Health: રાજકોટ એઇમ્સમાં ચાર ઓપરેશન થિએટર બનીને તૈયાર, પીએમ મોદી કરી શકે છે ઉદઘાટન ? જાણો
રાજ્યમાં આરોગ્યને લઇને મોટા સામે આવ્યા છે, રાજકોટમાં સ્થપાયેલી એઇમ્સ હૉસ્પીટલને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે
Gujarat Health News Updates: રાજ્યમાં આરોગ્યને લઇને મોટા સામે આવ્યા છે, રાજકોટમાં સ્થપાયેલી એઇમ્સ હૉસ્પીટલને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ માહિતી મળી છે કે, પીએમ મોદી બહુ જલદી રાજકોટની એઇમ્સમાં બનેલા ચાર ઓપરેશન થિએટરનું ઉદઘાટન કરી શકે છે. ખાસ વાત છે, નવા તૈયાર થયેલા એઇમ્સના થિએટરો અત્યાધૂનિક ફેસિલિટી સાથેના છે, આની સાથે જ હવે સૌરાષ્ટ્રભરના લોકોને અમદાવાદ કે મુંબઇ સુધી આરોગ્ય સેવા માટે લાંબુ નહીં થવું પડે.
રાજકોટમાં આવેલી એઇમ્સ હૉસ્પીટલને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટની એઇમ્સ હૉસ્પીટલમાં નવા ચાર ઓપરેશન થિયેટર બનીને તૈયાર થઈ ગયા છે. આ હૉસ્પીટલમાં 250 દર્દીને દાખલ કરી શકાશે. કહેવાઇ રહ્યું છે કે, આનું ઉદઘાટન પીએમ મોદીના હસ્તે બહુ જલદી કરવામાં આવી શકે છે. વડપ્રધાન નરેન્દ્ર મોદીને સમય મળે ત્યારે ટૂંક સમયમાં આનું ઉદઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ વાસીઓને વધુ એક બીજી પણ મોટી ભેટ મળશે. જનાના હૉસ્પીટલનું પણ એઇમ્સ હૉસ્પીટલની સાથે કરવા માટે તંત્રની વિચારણા ચાલુ છે. નજીવા દરે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ એઇમ્સમાં સારવાર લઈ શકશે. ગંભીર પ્રકારના રોગો અને ઓપરેશન માટે થોડા દિવસ બાદ સૌરાષ્ટ્રના દર્દીઓને અમદાવાદ કે મુંબઈ સુધી નહીં જવું પડે. ખાસ વાત એ છે કે, આમાં 25 રૂપિયા દાખલ ચાર્જ છે અને એક દિવસનું બેડનું ભાડું ફક્ત રૂપિયા 35 રાખવામાં આવ્યુ છે.
આ પહેલા હાર્ટ એટેકના કેસો વધતા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આ શહેરની AIIMS હોસ્પિટલમાં મુકવામાં આવ્યું હતુ આધુનિક મશીન
રાજ્યનાં હાર્ટ એટેકના બનાવો રોજે રોજ વધી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં ઉછાળો આવતા લોકો ચિંતિત બન્યા છે. તાજેતરમાં 4 યુવાનોના તો ક્રિકેટ રમતા રમતા એટેક આવતા મોતને ભેટ્યા છે. હવે આ ઘટનાને લઈને તંત્ર પણ એલર્ટ થયું છે અને રાજકોટ AIIMS ખાતે CPET મશીન મુકવામાં આવ્યું છે. હાર્ટએટેકની ઘટનાઓ વધતા AIIMS માં CPET મુકવામાં આવ્યું છે.
ફેફસા અને હ્યદયના ટેસ્ટ બાદ અમુક નિદાન થતા નથી તે હવે CPETમાં થશે
સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત અદ્યતન કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઈઝ ટેસ્ટનું એઈમ્સમાં ટ્રાયલ થયું છે. તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આ આધુનિક મશીન મુકવામાં આવ્યું છે. ટ્રાયલના ભાગરૂપે 23 વર્ષીય યુવાનના ટેસ્ટ કરાયા હતા. ફેફસા અને હ્યદયના ટેસ્ટ બાદ અમુક નિદાન થતા નથી તે હવે CPETમાં થશે.
ફક્ત હૃદય જ નહિ પણ અન્ય અંગોનો પણ ડેટા લે છે
યુવા વયે છુપા રોગની માહિતી આ ટેસ્ટથી મળી શકશે. કોઇ વ્યક્તિની કસરત કરવાની ક્ષમતા માપવી હોય ત્યારે પણ કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઈઝ ટેસ્ટ(CPET)નો ઉપયોગ થાય છે. આ મશીનમાં ટ્રેડમિલ ટેસ્ટ કે જે હૃદય માટે કરાય છે તેવું જ હોય છે અને તેમાં પણ ટ્રેડમિલનો ઉપયોગ થાય છે. ફરક એટલો હોય છે કે તે ફક્ત હૃદય જ નહિ પણ અન્ય અંગોનો પણ ડેટા લે છે. ટ્રાયલના ભાગરૂપે એક 23 વર્ષના યુવાનના ટેસ્ટ કરાયા હતા. આ ટેસ્ટમાં વિવિધ સ્ટેજ મારફત હૃદય, ફેફસાં અને સ્નાયુઓની મૂવમેન્ટ સહિતની બાબતોનો ડેટા એકત્ર કરે છે. જેથી કસરત દરમિયાન શરીરનો જે રિસ્પોન્સ છે તે નોર્મલ છે કે પછી તેમાં કોઇ વધઘટ છે તે જાણી શકાય છે.