સૌરાષ્ટ્રના આ શહેરમાં બારેમેઘ ખાંગા, બપોર સુધીમાં જ 7.5 ઇંચ વરસાદ ખાબક્યો; ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી
જોડિયા બાલંભા નાકા બહાર વિસ્તારમાં આવેલ ઘરમાં પાણી ઘુસ્યા હતા. પોણા કલાકથી વરસાદે વિરામ લેતા લોકો હાશકારો અનુભવ્યો છે. જોડિયા નજીક દરિયાઈ પટ્ટી હોવાથી અહી લાંબો સમય સુધી પાણી ભરાઈ રહેતું નથી.
જામનગરઃ જોડિયામાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબકી ગયો છે. વરસાદને કારણે જોડિયા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં આવેલ અમુક ઘરમાં પાણી ઘુસ્યા હતા. પાણી ઘૂસવાના કારણે કેટલાક મકાનોમાં ઘરવખરીને નુકશાન થયું છે. જોડિયા બાલંભા નાકા બહાર વિસ્તારમાં આવેલ ઘરમાં પાણી ઘુસ્યા હતા. હાલ છેલ્લી પોણી કલાક જેટલા સમયથી વરસાદે વિરામ લેતા લોકો હાશકારો અનુભવ્યો છે. જોડિયા નજીક દરિયાઈ પટ્ટી હોવાથી અહી લાંબો સમય સુધી પાણી ભરાઈ રહેતું નથી.
આજે સુરત, નવસારી, અને જામનગરમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે સુરતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળા છલકાયા. સુરતના કડોદરા, પલસાણા, કીમ, માંડવી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં હજુ પણ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.
હવામાન વિભાગની કહેવા અનુસાર આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. તે સિવાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. પાંચ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ રાજ્યમાં વરસી શકે છે. રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે રહેશે વરસાદી માહોલ રહેશે. મધ્ય પ્રદેશ ઉપર પર એક સર્ક્યુલેશન સિસ્ટમ ઉદભવતા વરસાદ વરસી શકે છે. રાજ્યમાં હજુ પણ 15 ટકા વરસાદની ઘટ છે.
હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્ક્યુલેશનને લઈ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના અનુસાર મધ્ય પ્રદેશ ઉપર પણ એક સર્ક્યુલેશન સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. નવસારી જિલ્લાના કેટલા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. મોડી રાત્રે શહેરના મંકોળીયા, સ્ટેશન રોડ, ફુવારા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ શહેરમાં મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ગોતા, સોલા, ગોરદરેજ ગાર્ડન સિટીમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી સીઝનનો 58 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.