શોધખોળ કરો
Rajkot: રાજકોટ-જેતપુર સિક્સલેનનું કામ હજુ 1 વર્ષ ચાલશે! વાહનચાલકો થઈ રહ્યા છે પરેશાન
Rajkot: રાજકોટ-જેતપુર સિક્સલેનનું કામ હજુ 1 વર્ષ ચાલશે! હાલ તો આ કામગીરીને લઈ વાહનચાલકો સતત પરેશાન થઈ રહ્યા છે.
રાજકોટ જેતપુર હાઈવે
1/7

રાજકોટ: રાજકોટથી જેતપુર વચ્ચે સિક્સલેનનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. સિક્સલેનની આ કામગીરીને લઈ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. હાલની કામગીરીને જોતે હજુ પણ 1 વર્ષ સુધી વાહનચાલકોને પરેશાન થવું પડશે.
2/7

રાજકોટથી જેતપુર વચ્ચે સિક્સલેનનું કામ છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું છે. રાજકોટથી જેતપુર વચ્ચે 67 કિલોમીટર માટે 1204 કરોડ રૂપિય નું કામ છે. છેલ્લા બે વર્ષમાં ચાર બ્રિજ સંપૂર્ણ બની શક્યા છે.
3/7

સપ્ટેમ્બર 2025 સુધીમાં કામ પૂર્ણ કરવાનું હતું પરંતુ હજુ ચાર બ્રિજ બન્યા છે. રાજકોટ જેતપુર વચ્ચે 15 બ્રિજનું કામ ચાલુ જ્યારે 11 બ્રિજનું કામ હજુ શરૂ જ નથી થયું. હજી આગામી 1 વર્ષ સુધીમાં કામ પૂર્ણ થવાની કોઈ શક્યતા નહીં.
4/7

આગામી સપ્ટેમ્બર 2026 સુધી કામ ચાલે તેવી શક્યતાઓ છે. રાજકોટથી જેતપુર વચ્ચે દરરોજ કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવતા હોય છે.
5/7

રાજકોટથી ગોંડલ સુધી અને ગોંડલથી જેતપુર સુધી દરરોજ ટ્રાફિકજામ સર્જાઈ છે. હજારો વાહનચાલકો દરરોજ કલાકો સુધી આ ભયંકર ટ્રાફીકજામમાં ફસાય છે.
6/7

દરરોજ સવાર અને સાંજ વાહનોની લાંબી લાંબી કતારો લાગી જાય છે. રાજકોટ ગોંડલ સુધીમાં ભરૂડી ટોલટેક્સ અને ગોંડલથી જેતપુર સુધીમાં પીઠડીયા ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે.
7/7

નેશનલ હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે હજારો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. એક તરફ બરોબર ડાઈવર્ઝન કાઢવામાં આવ્યા નથી તો બીજી તરફ ખાડાઓને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.
Published at : 28 Aug 2025 04:00 PM (IST)
આગળ જુઓ





















