સૌરાષ્ટ્રમાં કોરોનાએ મચાવ્યો હાહાકારઃ વધુ બે ગામોએ લગાવી દીધું સ્વૈચ્છિક લોકડાઉન
ખાંભાના ડેડાણ ગામે કોરોનાના વધતા સંક્રમણને લઈને બપોર બાદ દુકાનો બંધ રાખાઈ. 1 વાગ્યા બાદ સ્વૈચ્છીક રીતે દુકાનદારોએ દુકાનો બંધ રાખી હતી. ગામની બજારો સજ્જડ બંધ જોવા મળી હતી. કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓ દ્વારા નિર્ણય કરાયો છે. આજથી અચોક્કસ મુદત સુધી દુકાનો બંધ રાખવા નિર્ણય કરાયો છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. દૈનિક કેસો 6 હજારને પાર થઈ ગયા છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, ત્યારે રાજ્યમાં કોરોનાની ચેન તોડવા માટે ફરી એકવાર લોકડાઉન (lockdown)ની માંગ ઉઠી છે. બીજી તરફ ગામ-શહેરો સ્વયંભૂ લોકડાઉન (self lockdown)માં જોડાઇ રહ્યા છે.
આજે અમરેલી(Amreli) જિલ્લાના વધુ બે ગામોએ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. ખાંભાના ડેડાણ ગામે કોરોનાના વધતા સંક્રમણને લઈને બપોર બાદ દુકાનો બંધ રાખાઈ. 1 વાગ્યા બાદ સ્વૈચ્છીક રીતે દુકાનદારોએ દુકાનો બંધ રાખી હતી. ગામની બજારો સજ્જડ બંધ જોવા મળી હતી. કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓ દ્વારા નિર્ણય કરાયો છે. આજથી અચોક્કસ મુદત સુધી દુકાનો બંધ રાખવા નિર્ણય કરાયો છે.
લાઠીના મતિરાળા ગ્રામ પંચાયત અને ગામના આગેવાનો દ્વારા નિર્ણય કરાયો છે. આજથી 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. બપોરના 2 વાગ્યા બાદ ગામની તમામ દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. બપોર બાદ ગામની બજારો સજ્જડ બંધ જોવા મળી હતી. આ ઉપરાંત ગામમાં વેપાર ધંધો કરવા માટે આવતા ફેરૈયાઓ પર પણ 30 એપ્રિલ સુધી પ્રતિબંધ ગ્રામ પંચાયત દ્વારા લગાવ્યો છે. જો નિયમોનું ઉલ્લઘન કરવા પર ફેરૈયાઓ સામે કાર્યવાહી પણ કરાશે તેવું બોર્ડ લાગ્યું છે.
રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wave) વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ (Gujarat Corona Cases) સામે આવી રહ્યાં છે. ગુજરાતના એનસીપી (Gujarat NCP Presidnet) પ્રમુખ અને ઉમરેઠના ધારાસભ્ય (Umreth MLA) જયંત બોસ્કીએ (Jayant Boski) મુખ્યમંત્રીને (CM Vijay Rupani) પત્ર લખીને લોકડાઉન (Lockdown) એક માત્ર વિકલ્પ હોવાનું જણાવ્યું હતું.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)રાજકોટ ચેપ્ટરના પ્રમુખ પ્રફુલ કમાણીએ લોકડાઉને લઈને મોટું નિવેદન આપ્યું છે. કોરોનાની ચેન તોડવા લોકડાઉન જરૂરી છે.
પ્રફુલ કમાણી (Praful Kamani) કહ્યું હતું કે, કોરોનાની ચેન તોડવા 14 દિવસની જરૂર પડે છે ત્યારે 2 થી 3 વિકનું લોકડાઉન એક માત્ર વિકલ્પ છે. કેસ વધી રહ્યા છે તેમજ ઈન્જેકશન પૂરતા નથી મળી રહ્યા તેથી મોત વધી રહ્યા છે. 30 થી 50 વર્ષના લોકોમાં વધુ કેસ આવી રહ્યા છે. મોટા ભાગની હોસ્પિટલમાં દર્દીઓનું વેઇટિંગ છે.