શોધખોળ કરો

Cyclone Biparjoy:  રાજકોટ જિલ્લામાં વાવાઝોડાની અસર, જેતપુર,  લોધિકામાં ધોધમાર વરસાદ

બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે. પોરબંદરથી વાવાઝોડુ 330 કિમી દૂર છે, જ્યારે  320 કિમી જખૌથી દૂર છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે.

રાજકોટ: બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે. પોરબંદરથી વાવાઝોડુ 330 કિમી દૂર છે, જ્યારે  320 કિમી જખૌથી દૂર છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે.   બિપરજોય વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લામાં જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે.  લોધિકા, જેતપુરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.  જેતપુરમાં પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણ ઠંડુ  બન્યું છે. દરિયાઈ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.   

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ગામમા જોરદાર વરસાદ ચાલુ થયો છે.  રાજકોટ જિલ્લાના અનેક ગામડાઓમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લામાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જેતપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. 

વાવાઝોડાની કચ્છમાં અસર, ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ

બિપરજોય વાવાઝોડાની કચ્છમાં અસર શરુ થઈ છે. કચ્છમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.  ભુજ,માધાપર,કોડાઇ,આસંબિયા,માંડવી સહિત વિસ્તારમાં વરસાદ ચાલુ થયો છે.  દરિયાઈ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.  આવતી કાલે (બુધવારે) કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બિપોર્જોય વાવાઝોડું કચ્છના માંડવીમાં હિટ થશે. બિપરજોય વાવાઝોડું ભારે પવન સાથે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્રમાં તારાજી સર્જે તેવા સંકેત છે.  અતિભારે વરસાદથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરની આશંકા છે.  ભારે પવનને કારણે લાંગરેલી નાની બોટોને નુકસાન થવાની સંભાવના છે.  કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં  વરસાદનું તાંડવ સર્જાશે. 

બિપરજોય વાવાઝોડાની અસરના કારણે  16 અને 17 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અતિથી અતિભારે વરસાદ પડવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. 

ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે

બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.  સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે  વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન વરસાદને લઇને હવામાન વિભાગે પણ  આગાહી છે. પોરબંદર, દ્વારકા, કચ્છ,બનાસકાંઠા,પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Health Insurance Tips:  કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
Health Insurance Tips: કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
એરટેલના કરોડો યૂઝર્સને મોટો ઝટકો, 200 રુપિયાથી ઓછી કિંમતના બે સસ્તા પ્લાન બંધ
એરટેલના કરોડો યૂઝર્સને મોટો ઝટકો, 200 રુપિયાથી ઓછી કિંમતના બે સસ્તા પ્લાન બંધ
Embed widget