શોધખોળ કરો
રાજકોટના જંગલેશ્વર વિસ્તારના કોરોના કેસને લઈને થયો સૌથી મોટો ખુલાસો, જાણો ક્યાંથી લાગ્યો ચેપ
રવિવાર સાંજ સુધીમાં ગુજરાતમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 516 પર પહોંચી હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 24 લોકોના મોત થયા છે.
રાજકોટઃ શહેરમાં કોરોના વાયરસને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસને લઈને ક્રાઈમ બ્રાન્ટની ટેક્નિકલ સર્વેલન્સના આધારે મોટો ખુલાસો થયે છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તે તમામને ક્યાંથી ચેપ લાગ્યો છે તેને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચ ટેક્નિકલ સર્વેલન્સના આધારે ખુલાસો થયો છે કે, જંગલેશ્વરના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી મારફતે જ બીજા લોકોમાં કોરોનાનો ચેપ ફેલાયો છે. ક્રાઈમ બ્રાન્ચે જંગલેશ્વનરા 9 પોઝિટિવ દર્દીઓની કોલ ડિટેઈલ કાઢતાં આ સમગ્ર ખુલાસો થયો છે. પ્રથમ દર્દીના સંપર્કમાં આવતા આ લોકોને ચેપ લાગ્યો છે. નોંધનીય છે કે, રાજકોટમાં કુલ 18 કોરોના પોઝિટિવ કેસ છે જેમાંથી 9 કેસ તો માત્ર જંગલેશ્વર વિસ્તારના જ છે.
રાજ્યની વાત કરીએ તો રવિવાર સાંજ સુધીમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 516 પર પહોંચી હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 24 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 44 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 282 કેસ નોંધાયા છે. સુરતમાં કુલ 28 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 18 પર પહોંચી છે. વડોદરામાં 101 કેસ નોંધાયા છે. ગાંધીનગર 15, ભાવનગર 23, કચ્છ 4, મહેસાણા 2 ગીર સોમનાથ 2, પોરબંદર 3, પંચમહાલ 1, પાટણ 14,છોટા ઉદેપુરમાં 3, જામનગર 1,મોરબી 1,આણંદ 8, સાબરકાંઠા 1, દાહોદ 1 અને ભરૂચમાં 8 કેસ નોંધાયા છે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, 24 કલાકમાં 2012 પરિક્ષણ થયા તેમાંથી 1632 નેગેટિવ 48 પોઝિટિવ 332 પેન્ડિંગ છે. 11715 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 516 પોઝિટિવ કેસ છે. 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 444 દર્દી સ્ટેબલ છે. ગુજરાતમાં કોરોના વાયરસનો મૃત્યુદર 4.5 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
Advertisement