શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામઃ ખેતીકામ-મજૂરી કરતા વાલીઓના દીકરા-દીકરીઓએ મેદાન માર્યું, જાણો વિગત
રાજકોટ જિલ્લાનું 79.14 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વીંછીયાના રૂપાવટી કેન્દ્રનું 94.99 ટકા પરિણામ આવ્યું છે.
રાજકોટઃ આજે ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે. ગુજરાતમાં સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ જુનાગઢનું 58.26 ટકા આવ્યું છે. રાજકોટ જિલ્લાનું 79.14 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ખેતીકામ અને મજૂરીકામ કરતા વાલીઓના દીકરા અને દીકરીઓએ મેદાન માર્યું છે. વીંછીયા પછાત વિસ્તાર છે છતાં શહેરની અનેક મોટી સ્કૂલોને પાછળ રાખી દીધી છે.
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વીંછીયાના રૂપાવટી કેન્દ્રનું 94.99 ટકા પરિણામ આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં કુલ 24604 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. A1 ગ્રેડ મેળવનાર 108 વિધાર્થીઓ છે. A2 ગ્રેડ મેળવનાર 1551 વિધાર્થીઓ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ગેજેટ
Advertisement
gujarati.abplive.com
Opinion