રાજકોટની મારવાડી યુનિ.ની હોસ્ટેલ ફરી વિવાદમાં, વિદ્યાર્થિનીનો સ્નાન કરતો વીડિયો ઉતારતા બબાલ
રાજકોટની મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીની શરમજનક હરકતના કારણે વિવાદ સર્જાયો છે. જાણીએ શું છે મામલો
Rajkot News: રાજકોટની યુનિવર્સિટીની હોસ્ટેલની એક ઘટનાએ ચકચાર જગાડી છે. અહીં કોલેજની હોસ્ટેલની વિદ્યાર્થિનીએ અન્ય વિદ્યાર્થિનીનો વીડિયો ઉતારતા વિવાદ વકર્યો છે. મારવાડી કોલેજમાં ભણતી વિદ્યાર્થિની કે જે મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહે છે. જેને અન્ય વિદ્યાર્થિનીનો સ્નાન કરતો વીડિયો ઉતારતા પીડિત વિદ્યાર્થીઓ વિરોધ કર્યો હતો. આટલું નહીં વીડિયો ઉતારનાર વિદ્યાર્થિનીએ આ વીડિયો તેના બોયફ્રેન્ડને મોકલ્યાનો પણ આરોપ છે. સમગ્ર ઘટના બાદ પીડિત વિદ્યાર્થી રોષે ભરાઇ હતી અને તેમણે આરોપી વિદ્યાર્થિની સાથે બોલાચાલી બાદ મારપીટ કરી હતી અન્ય વિદ્યાર્થિઓને પણ તેમનો સાથે આપતાં આરોપી વિદ્યાર્થિનીને માર માર્યો હતો. આરોપી આંધ્રપ્રદેશથી વિદ્યાર્થિનીના વાલીને બોલાવવામા આવ્યાં છે. સમગ્ર મામલે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધતા પણ વિરોધ થઇ રહ્યો છે. આરોપીનું નામ સામે આવી ગયા બાદ પણ પોલીસે કેમ નામજોગ ફરિયાદના બદલે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી છે.
મારવાડી યુનિ.માં કરતૂતોને લઈને આક્રોશ
સમગ્ર વિવાદ સામે આવતા વાલીઓ અને શિક્ષણ જગત આક્રોશિત છે. વિદ્યાધામમાં અનર્થ સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. યુનિ.ના સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી ન થતી હોવાનો વાલી આરોપ લગાવી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે આ પહેલા કેમ્પસમાંથી ગાંજો મળી આવ્યો હતો. છતાંય કોઈ નકક્ર કાર્યલાહી ન થઇ હોવાનો વાલીઓએ બળાપો ઠાલવ્યો છે. આ બાબતે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર નરેશ જાડેજાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી અને અહીં હોસ્ટેલમાં રહેતી 1 સાઉથ ઇન્ડિયન વિદ્યાર્થિનીને શંકા હતી કે તે પોતે ન્હાતી હોય તેવો વીડિયો અન્ય વિદ્યાર્થિનીએ ઉતાર્યો છે. જેથી વિદ્યાર્થિનીઓ વચ્ચે તકરાર થઈ હતી. ઘટનાના પગલે કુવાડવા પોલીસની PCR વાન આવી હતી.જોકે બાદમા મોબાઇલમાં આ પ્રકારનો કોઈ વિડીયો ઉતાર્યો ન હોવાનું સામે આવ્યું હતું. રજીસ્ટ્રાર નરેશ જાડેજાએ કહ્યું હતું કે તપાસ કરતા આરોપી વિદ્યાર્થિનીના મોબાઈલમાંથી કંઈ મળ્યુ નથી.
આ પણ વાંચો
ચાણસ્મામાં સગીરા પર દુષ્કર્મ આચરનારા નરાધમ ભૂવાને મોકલાયો ત્રણ દિવસના રિમાન્ડ પર, ભત્રીજાની પણ ધરપકડ