શોધખોળ કરો

અમદાવાદ-સુરત પછી હવે રાજકોટમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, જયંતિ રવિએ શું આપ્યું કારણ?

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ રાજકોટમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજકોટમાં કોરોનાનો રાઈઝીંગ ટ્રેંડ શરૂ થયો છે. જેને કારણે કેસો વધી રહ્યા છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો છેલ્લા કેટલાય દિવસોથી હજારને પાર થઈ ગયા છે, ત્યારે હવે અમદાવાદ-સુરત નહીં, પરંતુ રાજકોટની સ્થિતિ બગડી રહી છે. રાજકોટમાં કોરોના સંક્રમણ બેકાબૂ બને એ પહેલા જ સરકારે આગોતરુ આયોજન કર્યુ છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પાંચ દિવસ રાજકોટમાં ધામા નાખ્યા છે. રાજકોટમાં 3000 બેડની ક્ષમતા સામે 771 જ દર્દી દાખલ છતાં નવી કોવિડ હોસ્પિટલ ઊભી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદની 10 તબીબોની ટીમને રાજકોટ બોલાવામાં આવી છે. રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસો બે હજારને પાર થઈ ગયા છે. જે અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ છે. ત્યારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ રાજકોટમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજકોટમાં કોરોનાનો રાઈઝીંગ ટ્રેંડ શરૂ થયો છે. જેને કારણે કેસો વધી રહ્યા છે. અમદાવાદ-સુરત પછી હવે રાજકોટમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, જયંતિ રવિએ શું આપ્યું કારણ? રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા વધુ 21 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 19 અને ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટ જિલ્લાની સ્થિતિ એટલે પણ વિકટ ગણવી જોઇએ કેમકે, અમદાવાદ અને સુરતની વસતિની દ્રષ્ટીએ રાજકોટની વસતિ ત્રીજા ભાગની છે. જેની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં મોટો તફાવત નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો હાલ, સૌરાષ્ટ્રમાં 4474 એક્ટિવ કેસો છે. જ્યારે 12,784 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ સૌરાષ્ટ્રમાં કુલ 261 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટમાં સૌથી વધુ 2029 એક્ટિવ કેસો છે. આ પછી ભાવનગરમાં 465, જામનગરમાં 430, અમરેલીમાં 392, સુરેન્દ્રનગરમાં 284, જૂનાગઢમાં 251, મોરબીમાં 199, દેવભૂમિ દ્વારકામાં 132, બોટાદમાં 111 અને પોરબંદરમાં 31 એક્ટિવ કેસો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

Embed widget