(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આગામી મુખ્યમંત્રી અને AAPને લઈને ખોડલધામના નરેશ પટેલે શું આપ્યું મોટું નિવેદન?
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આપ(આમ આદમી પાર્ટી) જે રીતે કામ કરે છે, તેને ગુજરાતમાં સ્થાન મળી શકે છે. કોણ ન ઈચ્છે પોતાના સમાજ મુખ્યમંત્રી ન હોય. પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ.
રાજકોટઃ આજે ખોડલધામ - કાગવડ ખાતે લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી છે. ત્યારે ખોડલધામ પહોંચેલા નરેશ પટેલે પાટીદાર અગ્રણીઓની મળનારી બેઠકને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આપ(આમ આદમી પાર્ટી) જે રીતે કામ કરે છે, તેને ગુજરાતમાં સ્થાન મળી શકે છે. કોણ ન ઈચ્છે પોતાના સમાજ મુખ્યમંત્રી ન હોય. પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ.
આજે સવારે 10 વાગ્યાથી ખોડલધામ ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ-આગેવાનો વચ્ચે બેઠક શરૂ થઈ ચૂકી છે. બેઠકમાં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ - અમદાવાદ, ઊંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ - સુરત સહિતની રાજ્યની કડવા પાટીદાર સમાજની ૭ સંસ્થાઓના ટ્રસ્ટીઓ હાજરી આપશે. બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, ટ્રસ્ટી રમેશભાઈ પટેલ, સુરતના મથુરભાઇ સવાણી, લવજીભાઈ બાદશાહ, ઉમિયા ધામ મંદિરના જયરામ ભાઈ પટેલ, ઊંઝા મંદિરના દિલીપભાઈ નેતા, સોલા ઊમિયા ધામ કેમ્પસના વાસુદેવભાઈ પટેલ અને રમેશ દૂધવાળા, વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના આર.પી પટેલ તેમજ સરદારધામના ગગજીભાઈ સુતરીયા ઉપસ્થિત છે.
અગાઉ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે ખોડલધામના ટ્રસ્ટીઓએ ઉમિયાધામ ઊંઝાની મુલાકાત લીધી હતી. 2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે કડવા - લેઉવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચેની બેઠકને સૂચક માનવામાં આવી રહી છે.
બીજી તરફ સૌરાષ્ટ્રમાં પાટીદારોની બેઠક પર સરકારની નજર છે. રાજ્યની ગુપ્તચર એજન્સીઓની બેઠક સક્રિય થઈ છે. બેઠકની તમામ ગતિવિધિઓ પર ગુપ્તચર એજન્સીની નજર છે. રાજ્યના સામાજિક અગ્રણી પાટીદારોની બેઠકને લઈને ગાંધીનગર સતર્ક થયું. નરેશ પટેલ ઉમિયાધામ ગયા બાદ ત્યાંના આગેવાનો ખોડલધામ આવતા હોવાનું કથન છે.