શોધખોળ કરો

Rajkot: વિધાનસભાની ચૂંટણી પહેલા આ નેતાની આગેવાનીમાં કોળી સમાજનું મહાસંમેલન, સૌરાષ્ટ્રમાં રાજકીય ગરમાવો

રાજકોટ: સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આવતીકાલે કોળી સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. ચુવાળીયા કોળી સમાજના ભાજપના અગ્રણીઓ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

રાજકોટ: સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આવતીકાલે કોળી સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. દેવજી ફતેપરાએ ન્યારી ડેમ પાસે પોતાના ફાર્મ હાઉસમાં આવતીકાલે સાંજે 4 વાગ્યે સંમેલનનું આયોજન કર્યું છે. શ્રી વેલનાથ ગ્રુપના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા સંમેલનનું આયોજન કરતા રાજકારણ ગરમાયું છે. સૌરાષ્ટ્રભરના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના સંગઠન માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં સમાજ સંગઠન સાથે રાજકીય શક્તિનું પ્રદર્શન થશે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે શ્રી વેલનાથ ગ્રુપના નેતૃત્વમાં રાજકોટ પછી જિલ્લા મથકોએ સંમેલન બોલાવશે. પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કહ્યું કે, ચુવાળીયા કોળી સમાજના ભાજપના અગ્રણીઓ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

ગુજરાતની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત
અમદાવાદ: રાજ્યની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત છે. જેને લઈ ગુજરાત રાજ્ય શાળા-સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજ્યના શિક્ષણ-સચિવને પત્ર લખ્યો છે. પત્રમાં સપ્ટેમ્બર 2009થી કલાર્ક અને પટ્ટાવાળાની ભરતી થઈ ન થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  છેલ્લાં 13 વર્ષથી ક્લાર્ક તથા પટાવાળાઓની ભરતી કરવામાં આવી નહીં હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે.

રાજ્યમાં પહેલા ગ્રાન્ટેડ ઇન એઇડ કોડ 1914 અને ત્યાર બાદ 1964માં બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી માટે પસંદગી સમિતિની જોગવાઈ કરવામાં આવી હતી.  આ જોગવાઈ મુજબ શાળાઓમાં બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી જે-તે શાળા-સંચાલક મંડળ દ્વારા કરવામાં આવતી હતી. આ જોગવાઈ અંતર્ગત 2009 સુધી ભરતી થઈ હતી, પરંતુ માર્ચ-2009થી રાજ્યમાં ક્લાર્ક તથા પટાવાળાની ભરતી થઈ નહીં હોવાની વિગતોનો પર્દાફાશ થવા પામ્યો.

2009થી આજદિન સુધી, એટલે કે 13 વર્ષમાં ઘણીબધી ગ્રાન્ટેડ શાળાઓમાંથી ક્લાર્ક, પટાવાળા નિવૃત્ત અથવા તો મૃત્યુ કાં તો પછી રાજીનામું આપ્યું હોવાથી જગ્યા ખાલી પડી છે. ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક, ગ્રંથપાલ અને અન્ય જગ્યા પર જે-તે સમયે રાજ્યમાં ચાલતી વ્યવસાયલક્ષી પ્રવાહની શાળાઓમાંથી ફાજલ થયેલા શિક્ષકો, ઇન્સ્ટ્રક્ટરો અને અન્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેઓ શાળાની ઓફિસ કામનો અનુભવ ધરાવતા ન હતા. એમાંથી પણ 90 ટકા નિવૃત્ત થઈ ગયા છે કે રાજીનામું આપ્યાં છે.

પત્રમાં વધુમાં જણાવાયું છે કે બિનશૈક્ષણિક સ્ટાફ ભરતીમાં વખતોવખત શૈક્ષણિક લાયકાતો બદલાતી રહે છે. નવા નિયમો મુજબ અને નવી લાયકાતો મુજબ હવે પછીની ભરતી કરવાની રહે છે. પ્રમોશન માટે પ્યૂન-ક્લાર્ક અને શિક્ષક તમામ માટે એક પ્રકારનો અભ્યાસક્રમ તથા પરીક્ષા પેટર્ન જાહેર કરવામાં આવી છે, જે અંગે પુનઃવિચારણા થવી જરૂરી છે.  એ જ રીતે શાળામાં વહેલાસર અગાઉની પદ્ધતિ મુજબ ક્લાર્ક તથા પટાવાળાભાઈના ઇન્ટરવ્યુ અને  પસંદગી થાય એ માટેની માગણી કરી છે. આ માટે જે-તે જિલ્લા શિક્ષણાધિકારીઓને એન.ઓ.સી. આપવાની રજૂઆત કરી છે.

ક્લાર્કની ગેરહાજરીથી શાળામાં શૂન્યાવકાશ સર્જાય શકે છે. શાળાઓના ચાર પાયા છે, જેમાં શિક્ષક, આચાર્ય તો ખરા જ, પરંતુ ક્લાર્ક અને પટાવાળાનો પણ સમાવેશ થાય છે.  દરેક વ્યક્તિ શાળાના સંચાલનમાં મહત્ત્વનું યોગદાન આપતા હોય છે.  આ ચારેયમાંથી એકપણ વ્યક્તિની ગેરહાજરી શાળામાં શૂન્યાવકાશ સર્જી દે છે. ક્લાર્ક શાળાનું હૃદય છે, કારણ કે ક્લાર્ક વાલીઓ, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સ્ટાફ અને સરકારી કચેરીઓ સાથે સાંકળનાર એક મહત્ત્વની કડી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસોBhil Pradesh : ભીલ પ્રદેશ મુદ્દે ભાજપના જ બે નેતાઓ સામ-સામેLeopard Attacks: ગીર સોમનાથ જિલ્લામાં દિપડાનો હાહાકાર, 4 દિવસમાં 4 લોકો પર દીપડાનો હુમલોNorth India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Embed widget