શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં મહિલાઓએ કરિયાણું-શાકભાજી કે દૂધ નહીં આ વસ્તુ લેવા લગાવી લાઇન, જાણીને ચોંકી જશો
આજે રાજકોટમાં મહિલાઓએ શિવાજી બીડી માટે લાઈન લગાવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ શિવાજી બીડી લેવા ઉમટી પડી હતી.
રાજકોટઃ ગુજરાતમાં લોકડાઉન-4નો અમલ શરૂ થઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીએ પાન-મસાલાના વેચાણ પર છૂટ આપી દીધી છે, ત્યારે આજે રાજકોટમાં મહિલાઓએ શિવાજી બીડી માટે લાઈન લગાવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ શિવાજી બીડી લેવા ઉમટી પડી હતી.
શહેરના પરા બજારમાં મહિલાઓ બીડી લેવા માટે ઉમટી પડી હતી. પોતાના ઘરવાળા માટે બીડીની ઝુડી લેવા માટે મહિલાઓ ઉમટી પડી પડી હતી. નોંધનીય છે કે, આજથી પાન-મસાલાની દુકાનો ખુલતા ગુજરાતભરમાં મોટી સંખ્યામાં બંધાણીઓ ખરીદી માટે ઉમટી પડ્યા હતા. અનેક જગ્યાએ સ્ટોક ન હોવાના પણ સમાચાર સામે આવ્યા છે.
રાજકોટમાં પાન-મસાલાની દુકાનધારકોએ હોલસેલ વેચાણ કરતી એજન્સી ખાતે વહેલી સવારથી લાઇનો લગાવી હતી. તેમજ સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા ઉડાળ્યા હતા. ત્યારે પોલીસને સ્થિતિ કાબૂમાં લેવા માટે આવવું પડ્યું હતું. લોકોએ નિયમો ન પાળતા વેપારીએ એજન્સી બંધ કરી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
સુરત
Advertisement