શોધખોળ કરો

વીરપુરઃ બનેવીએ નવી કારને તિલક કરવાને બહાને 11 વર્ષીય સાળીને પીંખી નાંખતા હાહાકાર

કૌટુંબિક બનેવીએ નવી કાર પત્નીને બતાવવી હોય અને બાળકીના હાથે સગુનનું તિલક કરવાના બહાને લઈ જઈ દેવચડી ગામની સીમ વિસ્તારમાં પીંખી નાખ્યાંની ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે.

જેતપુરઃ વીરપુર ગામે રહેતી એક બાળકીને મોરબીના કાગદડી ગામે રહેતા કૌટુંબિક બનેવીએ નવી કાર પત્નીને બતાવવી હોય અને બાળકીના હાથે સગુનનું તિલક કરવાના બહાને લઈ જઈ દેવચડી ગામની સીમ વિસ્તારમાં પીંખી નાખ્યાંની ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. પોક્સો એકટ હેઠળ નોંધાયેલ ફરિયાદમાં પોલીસે આરોપીને ત્વરિત ઝડપી લીધો હતો. મોરબીના કાગદડી ગામે રહેતા આરોપીનું સાસરીયું ગોંડલના દેવચડી ગામે આવેલ છે. જેમાં તેની પત્ની રીસામણે હોય યુવક ગતરોજ વીરપુર ગામે રહેતા પોતાના મામાજી સસરાને ત્યાં આવેલ. તેમજ મામાજીને પોતે નવી કાર લીધી હોય તે પોતાની પત્નીને દેવચડી ગામે બતાવવા જવું છે અને નવી કારને કુંવારી કન્યાના હાથે શગુનનું તિલક કરાવાનું હોવાથી મામાજીને તેની દીકરીને સાથે મોકલવાનું જણાવ્યું હતું. આથી મામાજીએ જમાઈને ના પાડશું તો ખોટું લાગશે તેમ વિચારી પોતાની 11 વર્ષની પુત્રીને તેની સાથે મોકલી હતી સાંજનો સમયે કૌટુંબીક જમાઈએ પોતાના સાળા મારફત બાળકીને વીરપુર તેણીના ઘરે મોકલી આપી હતી. બાળકી ઘરે આવતા જ બેહોશ જેવી થઈ જતા તેણીને તરત જ વીરપુર સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવી ત્યાં ડોકટરે બાળકી પર બળાત્કાર થયું હોવાનું જણાવતા પરિવારજનોની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બીજી બાજુ બળાત્કારને કારણે બાળકીની હાલત બગડતી જ જતા તેણીને સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવી. આ બાજુ જમાઈને મામાજીએ ફોન કરતા જમાઈ લાજવાને બદલે ગાજવા લાગ્યો અને બંદૂકથી ગોળીએ દઈને મારી નાંખવાની ધમકી આપવા લાગ્યો. આ ગંભીર બનાવની જાણ વીરપુર પોલીસને થતાં પોલીસે પોક્સો એક્ટ હેઠળ બળાત્કારની ફરીયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ આરોપી ભોગ બનનારના પરીવારજનોને તેમજ બાળકીને પણ જાનથી મારી નાંખશે તેવી મોબાઈલ પર ધમકી આપતો હોય એએસપી સાગર બાગમરે આરોપીને તાત્કાલીક ઝડપી લેવા માટેની કામગીરી એલસીબીને સોંપતા એલસીબીએ આરોપી આરોપીને તેના ગામ કાગદડીથી ઝડપીને વીરપુર પોલીસને હવાલે કર્યો હતો. આરોપી ઝડપાઇ ગયાની જાણ બાળકીના વિસ્તારવાસીઓને થતાં સ્થાનિક મહિલાઓનું ટોળું હાય હાયના નારા લગાવતું પોલીસ સ્ટેશને આવી આરોપીને અમને સોંપી દો, સજા અમે આપીશુંની માંગ કરી હતી. પોલીસે અમો આરોપીને સખતમાં સખત સજા અપાવશું તેવું આવેલ મહિલાઓના ટોળાઓને બાંહેધરી આપતાં ટોળું ત્યાંથી વિખેરાયું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
માર્ચના પ્રથમ સપ્તાહમાં બહાર પડી આ સરકારી નોકરીઓ, સારા પગાર સાથે મળશે અનેક ફાયદા
માર્ચના પ્રથમ સપ્તાહમાં બહાર પડી આ સરકારી નોકરીઓ, સારા પગાર સાથે મળશે અનેક ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
માર્ચના પ્રથમ સપ્તાહમાં બહાર પડી આ સરકારી નોકરીઓ, સારા પગાર સાથે મળશે અનેક ફાયદા
માર્ચના પ્રથમ સપ્તાહમાં બહાર પડી આ સરકારી નોકરીઓ, સારા પગાર સાથે મળશે અનેક ફાયદા
પોતાના આધાર કાર્ડને કેવી કરશો લૉક? ખૂબ સરળ છે પ્રોસેસ
પોતાના આધાર કાર્ડને કેવી કરશો લૉક? ખૂબ સરળ છે પ્રોસેસ
India vs Australia: જો વરસાદના કારણે સેમિફાઇનલ મેચ રદ્દ થાય તો આ ટીમને મળશે ફાઇનલની ટિકિટ
India vs Australia: જો વરસાદના કારણે સેમિફાઇનલ મેચ રદ્દ થાય તો આ ટીમને મળશે ફાઇનલની ટિકિટ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર,  હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર, હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
Embed widget