મોરબીઃ મેલડી માતાના મંદિરે ફસાયેલા છ લોકોને મામલતદાર-ફાયર બ્રિગેડ બહાર નહોતાં કાઢી શક્યાં, મોડી રા6 કોણે બહાર કાઢી બચાવ્યાં ?
ટંકારાના પી. એસ. આઈ. બી ડી પરમાર, જમાદાર મહોમદભાઈ બલોચ અને સખપર ગામના લોકોએ રેસ્ક્યુ કરી લોકોને હેમખેમ બહાર કાઢ્યાં હતાં. આ તમામ ૬ લોકો ગઈકાલે મેલડી માતાજીના મંદિરે તાવો કરવા ગયાં હતા.
મોરબીઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી છે અને ઠેક ઠેકાણે લોકો ફસાયાના સમાચાર મળી રહ્યા છે. ટંકારાના સખપર ગામે પણ 6 લોકો ફસાયાં હતાં. આ ફસાયેલા ૬ લોકોનું પોલીસ દ્વારા ગ્રામજનોની મદદથી કરાયું છે. આ લોકો આખો દિવસ પાણીમાં રહ્યાં હતાં ને મોડી રાત્રે પાણી ઓસર્યા બાદ ટંકારા પોલીસ અને ગ્રામજનોએ તેમને બહાર કાઢ્યાં હતાં.
Morbi: મેલડી માતાજીનો તાવો કરવા ગયેલા 6 લોકો ફસાયા, મોડી રાત્રે કરાયું રેસ્ક્યૂ, જુઓ વીડિયો pic.twitter.com/tpKiD01rov
— ABP Asmita (@abpasmitatv) September 14, 2021
ટંકારાના પી. એસ. આઈ. બી ડી પરમાર, જમાદાર મહોમદભાઈ બલોચ અને સખપર ગામના લોકોએ રેસ્ક્યુ કરી લોકોને હેમખેમ બહાર કાઢ્યાં હતાં. આ તમામ ૬ લોકો ગઈકાલે મેલડી માતાજીના મંદિરે તાવો કરવા ગયાં હતા પણ ધોધમાર વરસા પડતાં ફસાયાં હતા. મામલતદાર, મોરબી ફાયર અને પોલીસની ટીમે સોમવારે મોડી રાત્રી સુધી તેમને બહાર કાઢવા પ્રયત્ન કર્યા હતા પણ પાણીનો પ્રવાહ વધારે હોવાથી તેમને બહાર કાઢી શકાયા નહોતા. મોડી રાત્રે પાણી ઓસર્યા બાદ ટંકારા પોલીસ અને ગ્રામજનોએ તેમને બહાર કાઢ્યાં હતાં.
ફસાયેલા લોકોમાં કાંતિભાઈ જગાભાઈ સોલંકી, હિતેશભાઈ મનસુખભાઇ સોલંકી, ગોપાલભાઈ પરસોતમભાઈ સોલંકી, ઉમેશભાઈ રમેશભાઈ સોલંકી (તમામ રહેવાસી) સખપર ગામ અને હરેશભાઇ ચતુરભાઈ અને વિપુલભાઈ સોમાભાઈ (રહે થાન)નો સમાવેશ થાય છે. તમામ લોકો હેમખેમ બહાર આવતાં પોલીસ અને તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.
સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, લેશે મુલાકાત
ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈ કાલથી સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થતાં અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરશે. જામનગર અને રાજકોટ જિલ્લાની મુલાકાત કરશે. હવાઈ નિરીક્ષણ બાદ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી બેઠક પણ કરશે. બપોરે 1 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પ્રભાવિત જિલ્લાની મુલાકાતે જશે.
અનરાધાર વરસાદને પગલે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જૂનાગઢ તાલુકામાં આભ ફાટ્યુ છે. સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 5 જિલ્લાના 38 ડેવ ઓવરફ્લો થયા છે. એક જ દિવસમાં 38 ડેમ ઓવરફ્લો થતા પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં 400 અને જામનગર જિલ્લામાં 334થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થયા છે તો ભાદર ડેમમાં 5 ફૂટ બાકી છે. ભારે વરસાદને પગલે મહિનાઓથી ખાલીખમ જળાશયો કલાકોમાં જ છલકાઈ ગયા છે.
ક્યા તાલુકામાં કેટલો વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજકોટના લોધિકા તાલુકામાં 21 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કાલાવાડ તાલુકામાં 16 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વિસાવદર તાલુકામાં 15 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજકોટø તાલુકામાં 13 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ધોરાજી તાલુકામાં 9 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કોટડા સાંગાણી તાલુકામાં 8 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામકંડોરણા તાલુકામાં 8 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પડધરી તાલુકામાં 7 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગોંડલ તાલુકામાં 7 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કપરાડા તાલુકામાં 6 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેરમાં 5 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 5 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ધરમપુર અને જામજોધપુર તાલુકામાં 4 ઇંચ વરસાદ