શોધખોળ કરો

Morbi : માતાના મઢે ચાલીને જતી યુવતીને ડમ્પર ટક્કર મારતાં થયું મોત

કૈલાશબેન હરપાલભાઈ ધામેચા (ઉ.વ. 33 ) નામની શ્રદ્ધાળું યુવતી ચાલીને માતાના મઢ જઈ રહી હતી, ત્યારે  માળીયા હાઇવે પર શહેનશાવલીના પાટિયા નજીક ડમ્પર હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પદયાત્રીનું મોત થયું છે.

મોરબીઃ આગામી 7મી ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, ત્યારે ભાવિકો ચાલીને માતાજીના દર્શને જતાં હોય છે. ત્યારે કચ્છમાં આવેલા માતાના મઢે પણ લોકો ચાલીને જતાં હોય છે. આવા જ એક પદયાત્રી યુવતીને માળીયા હાઈવે પર અકસ્માત નડ્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. 

આ અંગેની વિગતો એવી છે કે, કૈલાશબેન હરપાલભાઈ ધામેચા (ઉ.વ. 33 ) નામની શ્રદ્ધાળું યુવતી ચાલીને માતાના મઢ જઈ રહી હતી, ત્યારે  માળીયા હાઇવે પર શહેનશાવલીના પાટિયા નજીક ડમ્પર હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પદયાત્રીનું મોત થયું છે.  ઘટનાની જાણ થતાં માળીયા પોલીસે દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન પર પર પ્રતિબંધ મૂકાયો છે તો મહારાષ્ટ્રમાં ગરબાના આયોજનને લીલીઝંડી અપાઇ છે.

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે મહામારીમાં ગરબાના આયોજનને લઇને રાજ્ય સરકાર દ્રારા ગાઇડ લાઇન રજૂ કરાઇ છે. ગુજરાતમાં પણ શેરી ગરબાને 400 લોકોની મર્યાદા સાથે મંજૂરી અપાઇ છે. જ્યારે પાર્ટી પ્લોટના આયોજન પર આ વર્ષે પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

મહારાષ્ટ્રમાં સરકારે પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનને મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઇ સિવાય મહારાષ્ટ્રમાં શેરી ગરબા અને પાર્ટી પ્લોટના ગરબાના આયોજનને મંજૂરી આપી છે. માસ્ક અને કોવિડની ગાઇડલાઇનના પાલન સાથે મહારાષ્ટ્ર સરકારે ગરબાને મંજૂરી આપી છે, જો કે મુંબઇ સિવાયના મહારાષ્ટ્રમાં ગરબાની મંજૂરી અપાઇ છે. આરોગ્ય  વિભાગની મંજૂરી બાદ ખેલૈયા અને આયોજકોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. 

મહારાષ્ટ્રના આરોગ્યે વિભાગે માસ્ક અને sopના પાલન સાથે મહારાષ્ટ્રમાં ગરબાને મંજૂરીઆપી છે.  આ નિર્ણયથી હવે મુંબઇ સિવાય મહારાષ્ટ્રમાં નવેય દિવસ લોકો રંગેચંગે મા દુર્ગાની આરાધના કરી શકશે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતના ગરબા વિદેશમાં પણ આટલા જ લોકપ્રિય છે ત્યારે દુબઇ અમેરિકા,બ્રિટેનમાં પણ ગરબાનું આયોજન થઇ રહ્યું છે. આ સ્થિતિમાં ગુજરાતના પાર્ટી પ્લોટના ગરબા પર બેન લાગી જતાં ખેલૈયા અને આયોજકો સહિત કલાકારોમાં નારાજગી જોવા મળી રહી છે. 

સરકાર ગુજરાતમાં નવરાત્રિમાં કોઈપણ પ્રકારના ગરબા રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, માતાજીની પૂજા-આરતી માટે મંજૂરી આપવામાં આવી છે. નવરાત્રિમાં જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે મંજૂરી લેવી પડશે. આગામી 17મી ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીમાં ગરબી સ્થાપન અને આરતી આયોજન માટે લેવાની પરવાનગીને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે.

સ્થાનિક પોલીસ સ્ટેશનથી પરવાનગી લેવાની રહેશે. જે તે વિસ્તારને લગતા પોલીસ સ્ટેશનથી નવરાત્રીમાં આરતી માટેની પરવાનગી મળી શકશે. આ વર્ષે સરકારે કોરોનાના કારણે ગરબા રમવા પર પ્રતિબંધ મૂક્યો છે.

બુધવારે ગાંધીનગરમાં પ્રદિપસિંહ જાડેજાએ કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં તમામ મંદિરો દર્શન માટે ખોલવાનો નિર્ણય લેવાયો છે. નવરાત્રિમાં લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે. તમામ મંદિરોમાં પૂજા-અર્ચના કરી શકાશે. તમામ મંદિરોમાં LED થકી દર્શન કરાવાશે. આ સાથે જ પ્રસાદ આપવાના નિર્ણયમાં પણ સુધારો કરાયો છે. મંદિરો બંધ પેકિંગમાં પ્રસાદ આપી શકાશે. અગાઉ પ્રસાદ નહીં વહેંચવા નિર્ણય લેવાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget