શોધખોળ કરો

Morbi : 15 દિવસ પહેલા જ LRDમાં પોસ્ટિંગ મેળવનારી યુવતીએ ભેદી સંજોગોમાં કરી લીધો આપઘાત, પોલીસબેડામાં ખળભળાટ

મોરબી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી અને એ ડિવિઝન પોલીસ લાઈનમાં પોલીસ ક્વાર્ટરમાં રહેતી નિતુબેન એન. પરમાર નામની એલઆરડી મહિલા કર્મચારીએ પોતના ક્વાર્ટરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો તો ધટનાને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

મોરબીઃ સીટી એ ડિવિઝન પોલીસ લાઈનમાં રહેતી મહિલા lrdએ આત્મહત્યા લેતા ચકચાર મચી ગઈ છે. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી lrd મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. નીતુ નટવરભાઈ પરમાર નામની યુવતીનું મોત થયું છે. અંદાજીત 15 દિવસ પહેલા જ મોરબીમાં પોસ્ટિંગ મળ્યું હતું. એસપી, ડીવાયએસપી, lcb સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. 

મોરબી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી અને એ ડિવિઝન પોલીસ લાઈનમાં પોલીસ ક્વાર્ટરમાં રહેતી નિતુબેન એન. પરમાર નામની એલઆરડી મહિલા કર્મચારીએ પોતના ક્વાર્ટરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો તો ધટનાને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ઘટનાની જાણ થતાં એસ.પી. સુબોધ ઓડેદરા, ડીવાયએસપી મુનાફ પઠાણ, એલસીબી તેમજ એ ડીવીઝનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતક મહિલા કર્મચારીના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

મહત્વની વાત એ છે કે મૃતક નીતુબેન પરમારની એલઆરડીની ટ્રેનીંગ પૂર્ણ થયા બાદ મોરબીમાં ઓર્ડર થયો હતો અને મોરબી આવીને ફરજ પર હાજર થઇ હોય તેને ૧૫ દિવસ જેટલો જ સમય થયો હતો અને તે હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી હતી.

બનાવ અંગે મોરબી જીલ્લા એસપી સુબોધ ઓડેદરાની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવતા આ દુખદ બનાવ હોય અને આપધાતનો બનાવ હોવાથી કોઈ પ્રતિક્રિયા આપવાની મનાઈ ફરમાવી હતી પરંતુ એલઆરડી યુવતીએ ક્યા કારણોસર આપધાત કર્યો તે તો પોલીસની વધુ તપાસ બાદ જ જાણી શકાશે.

ગુજરાતમાં ખાલી બે જ દિવસમાં તળાવ-કેનાલમાંથી 11 લાશો મળતા ખળભળાટ, જાણો કઈ ઘટનામાં શું છે કારણ?

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે જ દિવસમાં અલગ અલગ જગ્યાએથી 11 લાશો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે 6અને ગઈ કાલે 5 લાશો અલગ અલગ જગ્યાએથી મળી આવી હતી. આજની વાત કરીએ તો મહેસાણામાં વિસનગરના કાંસા ગામના તળાવમાં યુવકની લાશ મળી આવી છે. 32 વર્ષીય યુવક હરણાંહોડા ગામનો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. યુવકની તળાવમાંથી લાશ મળવાનું કારણ અકબંધ છે. વિસનગર તાલુકા પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. 

નવસારી તાલુકાના ગુરુકુલ સુપા પાસે આવેલ પૂર્ણા નદીના પુલ ઉપરથી યુવકે ઝંપલાવ્યું હતું. ઝંપલાવનાર યુવક સુરત ખાતે ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતો હતો. બે દિવસ પહેલા ઘરેથી કહ્યાં વગર યુવક ચાલ્યા ગયો હતો. આજે સવારે એની કાર નવસારી ખાતે આવેલ સુપા ગામના બ્રિજ પાસેથી લાવારીસ હાલતમાં મળતા સુરત ફાયર બ્રિગેડે તપાસ શરૂ કરી હતી. બે કલાક નદીમાં શોધ્યા બાદ યુવકનો મૃતદેહ મળ્યો. મૃતદેહને બહાર કાઢીને સુરત ખાતે પોસ્ટમોર્ટમ કરવા માટે ખસેડવામાં આવ્યો. મરનાર યુવકનું નામ રોની કુમાર પટેલ છે. સૂસાઇડ કરવાનું કારણ અકબંધ છે. 

વડોદરામાં  કરજણ જુના બજાર વિસ્તારના તળાવમાંથી બે લાશ મળી આવી છે. એક જ દિવસમાં બે લાશ તળાવમાંથી મળી આવી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લાશને તળાવમાંથી બહાર કાઢવામાં આવી છે. કરજણ તળાવમાં એક 65 વર્ષીય પુરુષ અને અન્ય એક ઇસમની લાશ મળી આવી છે. અમદાવાદમાં સાણંદના તેલાવ ગામ પાસેની નર્મદા કેનાલમાંથી 2 યુવકોની લાશ મળી છે. પોલીસે લાશનો કબજો લઇને વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે. નવસારી

ગઈ કાલની વાત કરીએ તો ભરૂચમાં કબીરવડ ખાતે નર્મદા નદીમાં 4 યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી 2 યુવકની લાશ મળી અન્ય 2 લાપતા હોવાની આશંકા છે. નદીમાં ન્હાવા પડેલ યુવાનો ડૂબ્યા હતા. આ સિવાય સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલમાંથી મહિલાની લાશ મળી આવી હતી. સ્થાનિકોએ પાલિકા તંત્રને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી જઇ લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ તંત્ર દ્વારા મૃતક મહિલાની ઓળખ કરવામાં આવી હતી. છેલ્લા એક અઠવાડિયામાં આ કેનાલમાં ડૂબવાથી 4ના મોત થયા છે. 

ગઈ કાલે બનાસકાંઠામાં થરાદ પાસે થી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી  તરતા બે મૃતદેહ  મળી આવ્યા હતા. યુવક-યુવતીની તરતી લાશ જોવા મળતાં પાલિકાની ટીમના તરવૈયાઓ દ્વારા બન્નેની લાશોને કેનાલમાંથી કાઢવામાં આવી હતી. જેમાં પ્રેમ સંબંધમાં ઘરેથી ભાગી થરાદની મુખ્ય કેનાલમાં ઝંપલાવી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું. મૃતકોના વાલી વારસો સ્થળ પર આવી પહોંચતાં બંને યુવક-યુવતી લાખણીના હોવાનું જાણવા મળ્યું હતું. આધાર કાર્ડમાં યુવકનું નામ કમલેશભાઇ હરજીભાઇ વજીર લખેલું હતું. જ્યારે યુવતી પાસેથી સાદો મોબાઈલ મળી આવ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Embed widget