શોધખોળ કરો
મોરબીના શિક્ષકે કેન્દ્ર-રાજ્ય સરકાર વિરુદ્ધ પોસ્ટ મુકતા શું થયું? જાણો વિગત
નવા ઢવામાના શિક્ષક જીગ્નેશ વાઢેરે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિરૂધ્ધમાં પોસ્ટ મુકી હતી. જીગ્નેશ વાઢેરની આ હરકતને કારણે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફરજ મોકુફ કરી દીધા છે.

મોરબીઃ મોરબી જીલ્લાના શિક્ષકને સોશિયલ મીડિયા પર સરકાર સામે ટિપ્પણી કરવી ભારે પડી ગઈ છે. સરકાર વિરૂધ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા કાર્યવાહી કરવામાં આવી છે અને આ શિક્ષકને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. હળવદના નવા ઢવાણા ગામની શાળાનો શિક્ષક હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે નવા ઢવામાના શિક્ષક જીગ્નેશ વાઢેરે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિરૂધ્ધમાં પોસ્ટ મુકી હતી. જીગ્નેશ વાઢેરની આ હરકતને કારણે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફરજ મોકુફ કરી દીધા છે. જીગ્નેશ વાઢેર દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે સોશિયલ મીડિયામાં વાંધાજનક લખાણ લખવામાં આવ્યું હતું. આ સાથે જ તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વ્યક્તિગત ટિપ્પણી કરી હતી.
વધુ વાંચો




















