શોધખોળ કરો

ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોનું અપડાઉન ઘટતા કયા જાણીતા શહેરમાં STના વધુ 20 રૂટ કરાયા બંધ?

રાજકોટ એસ.ટી ડીવીજનનના વધુ 20 રૂટ બંધ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 500માંથી 300 રૂટ બંધ કરવામાં આવ્યા છે. રાજકોટ એસ.ટી. ડીવીજનમાં અત્યાર સુધીમાં અનેક ડ્રાઇવર, કંડકટર અને એસ.ટી.ના કર્મચારીઓ તથા અધિકારીઓ સંક્રમિત થયા છે. એસ.ટી. બસના ટ્રાફિકમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ખાસ ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરમાં લોકોમાં અપડાઉનમાં ઘટાડો થયો છે. 

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. આ લહેરમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વકર્યું છે. જેને કારણે ગામડાઓ સતર્ક બની ગયા છે અને સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકોએ કામ સિવાય અન્ય શહેરોમાં જવાનું પણ બંધ કર્યું છે. જેને કારણે એસટી બસોમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જેને કારણે રાજકોટ એસ.ટી ડીવીજનનના વધુ 20 રૂટ બંધ કરવામાં આવ્યા છે. 

અત્યાર સુધીમાં 500માંથી 300 રૂટ બંધ કરવામાં આવ્યા છે. રાજકોટ એસ.ટી. ડીવીજનમાં અત્યાર સુધીમાં અનેક ડ્રાઇવર, કંડકટર અને એસ.ટી.ના કર્મચારીઓ તથા અધિકારીઓ સંક્રમિત થયા છે. 
એસ.ટી. બસના ટ્રાફિકમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ખાસ ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરમાં લોકોમાં અપડાઉનમાં ઘટાડો થયો છે. 

 રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની  સંખ્યા સ્થિર  રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12820 નવા કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં 12978 કેસ નોંધાયા હતા.  રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.   નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 140 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7648  પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં આજે 11999 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,52,275  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 147499   પર પહોંચ્યો છે. જેમાંથી 747  લોકો વેન્ટિલેટર પર અને 146752 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.76  ટકા છે. 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન-10,  વડોદરા કોર્પોરેશન 9, મહેસાણા 3, વડોદરા 5,  ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશ 10,  જામનગર કોર્પોરેશન- 9, સુરત 3,  જામનગર-5,  બનાસકાંઠા 2,  કચ્છ 3, મહીસાગર 1, ગાંધીનગર 0, નવસારી 0, દાહોદ 0,  ખેડા 1, ગાંધીનગર કોર્પોરેશન 2,  જૂનાગઢ કોર્પોરેશન 4,  સાબરકાંઠા 4, ભાવનગર 7,  જૂનાગઢ 5, પાટણ 3, આણંદ 0, રાજકોટ 6,  વલસાડ 1,  ગીર સોમનાથ 0, મોરબી 0, અરવલ્લી 0, પંચમહાલ 0, નર્મદા 0, ભરૂચ 1, અમરેલી 4, છોટા ઉદેપુર 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 3, તાપી 1,  પોરબંદર 1,  ડાંગ 0 અને બોટાદ 1 મોત સાથે કુલ 140  લોકોના મોત થયા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4616, સુરત કોર્પોરેશન-1309,  વડોદરા કોર્પોરેશન 497, મહેસાણા 493, વડોદરા 439,  ભાવનગર કોર્પોરેશન 431, રાજકોટ કોર્પોરેશ 397,  જામનગર કોર્પોરેશન- 393, સુરત 347,  જામનગર-319,  બનાસકાંઠા 199,  કચ્છ 187, મહીસાગર 169, ગાંધીનગર 162, નવસારી 160, દાહોદ 159,  ખેડા 159, ગાંધીનગર કોર્પોરેશન 155,  જૂનાગઢ કોર્પોરેશન 148,  સાબરકાંઠા 141, ભાવનગર 140,  જૂનાગઢ 132, પાટણ 131, આણંદ 127, રાજકોટ 127,  વલસાડ 125,  ગીર સોમનાથ 120, મોરબી 110, અરવલ્લી 109, પંચમહાલ 108, નર્મદા 103, ભરૂચ 101, અમરેલી 99, છોટા ઉદેપુર 99, સુરેન્દ્રનગર 71, અમદાવાદ 55, દેવભૂમિ દ્વારકા 50, તાપી 49,  પોરબંદર 44,  ડાંગ 26 અને બોટાદ 14  સાથે કુલ 12820 કેસ નોંધાયા છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 99,41,391  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,31,820 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,25,73,211  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 27,272 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 36,177 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 67,368 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Embed widget