શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં કોરોનાનો વધુ એક કેસ આવ્યો સામે, યુવક ક્યાંથી ચેપ લઈને આવ્યો? જાણો વિગત
જામકંડોરણા તાલુકાના રાયડી ગામે 29 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતથી આવેલ યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે.
રાજકોટઃ જિલ્લામાં વધુ એક કોરોનાનો કેસ આવ્યો છે. જામકંડોરણા તાલુકાના રાયડી ગામે 29 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતથી આવેલ યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. યુવાન સાથે સંપર્કમાં આવેલ તમામને ફેસિલિટી ક્વોરોન્ટીન કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરના 80 અને ગ્રામ્યના 18 મળી કુલ પોઝિટિવ આંક 98 પર પહોંચ્યો છે.
નોંધનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન દરમિયાન લોકો બીજા રાજ્યો અને કોરોનાગ્રસ્ત શહેરોમાંથી પોત-પોતાના વતન પરત ફરી રહ્યા છે. જેને કારણે અત્યાર સુધી કોરોનામુક્ત રહેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસો વધી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો પણ ભયભીત બન્યા છે.
ગઈ કાલે રાજકોટમાં નાયબ કલેક્ટરની દીકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નાયબ કલેક્ટરની 27 વર્ષીય દીકરી અમદાવાદથી પરત રાજકોટ આવ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત ગઈ કાલે જસદણનાં જંગવડ ગામના 80 વર્ષીય વૃધ્ધાને કોરોના પોઝીટીવ આવ્યો હતો. અમદાવાદના રેડ ઝોનથી જંગવાડ ત્રણ દિવસ પહેલા આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion