શોધખોળ કરો

મુખ્યમંત્રીના કાર્યક્રમની પત્રિકામાં રૂપાણીનું નામ નહીં, મંત્રી બોલ્યાઃ વર્તમાન મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રૂપાણીનું નામ લખવું ‘થોડું ઓલું’ લાગે.........

લક્ષ્મીનગર અન્ડર બ્રિજના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણી સિવાયના રાજકોટના તમામ ધારાસભ્યોનાં નામ છે ત્યારે રૂપાણીનું નામ જાણી જોઈને કાઢી નંખાયું છે કે શું એવો સવાલ પૂછાઈ રહ્યો છે. 

રાજકોટ: ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપનારા વિજય રૂપાણીની રાજકોટના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં સાવ બાદબાકી કરી નંખાઈ તેનો વિવાદ વકર્યો છે. આ વિવાદ વચ્ચે રાજકોટના બીજા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી અરવિંદ રૈયાણીએ સાવ વાહિયાત બચાવ કર્યો છે.

રાજકોટમાં  લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું આજે 9.45 કલાકે મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. લક્ષ્મીનગર અન્ડર બ્રિજના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ પશ્ચિમ મતવિસ્તારના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણીનું નામ જ નહોતું લખાયું.  વિજય રૂપાણી ભલે મુખ્યમંત્રી ના રહ્યા પણ રાજકોટ પશ્ચિમ મતવિસ્તારના ધારાસભ્ય તો છે જ.

લક્ષ્મીનગર અન્ડર બ્રિજના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણી સિવાયના રાજકોટના તમામ ધારાસભ્યોનાં નામ છે ત્યારે રૂપાણીનું નામ જાણી જોઈને કાઢી નંખાયું છે કે શું એવો સવાલ પૂછાઈ રહ્યો છે.  ભાજપનાં સૂત્રોના મતે, આ વિજય રૂપાણીનું બહુ મોટું અપમાન કહેવાય કેમ કે રૂપાણી કરતાં અનેક ગણા જુનિયર ધારાસભ્યોનાં નામ યાદ આવ્યાં પણ રૂપાણીનું નામ યાદ ના રહ્યું.

આ મુદ્દે રાજકોટના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી અરવિંદ રૈયાણીએ સાવ વાહિયાત બચાવ કર્યો હતો કે, વિજય રૂપાણી રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે અને વર્તમાન મુખ્યમંત્રી અંડરબ્રિજનું લોકાર્પણ કરતા હોય ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું આમંત્રણ પત્રિકામાં નામ લખવું ‘થોડું ઓલું’ લાગે. રૈયાણીએ  ‘થોડું ઓલું લાગે’ એટલે શું તેની સ્પષ્ટતા નહોતી કરી.

વર્તમાન સરકાર અને ભાજપ સંગઠન પણ ઉપેક્ષા કરી રહી હોવાની ચર્ચા સતત ચાલ્યા કરે છે. આ ચર્ચા વચ્ચે રાજકોટમાં બનેલી ઘટનાના પગલે ભાજપમાં જ એવી ચર્ચા છે કે, ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા પછી વિજય રૂપાણીને કોરાણે મૂકી દેવાયા છે. ગુજરાતની વર્તમાન સરકાર અને ભાજપ સંગઠન પણ રૂપાણીની ઉપેક્ષા કરી રહી છે તેનો આ વધુ એક પુરાવો છે. રૂપાણીનું નામ કેમ લખાયું જ નહીં એ સવાલ મોટો છે.

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Embed widget