રાજકોટ સિવિલમાં સ્ટ્રેચરના રંગને લઈ મેડિકલ ઓફિસરને નોટિસ, મીડિયા સાથે વાત કરવા બદલ માંગ્યો ખુલાસો
રાજકોટ સિવિલમાં સ્ટ્રેચરનો રંગ બદલવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે
રાજકોટ સિવિલમાં સ્ટ્રેચરનો રંગ બદલવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. મીડિયા સાથે વાત કરનાર મેડિકલ ઓફિસર અશ્વિન રામાણીને નોટિસ ફટકારવામાં આવી હતી. સત્તાધીશોનું ધ્યાન દોરવાને બદલે મીડિયા સાથે વાત કરતા કાર્યવાહી કરાઇ છે.
સિવિલ સુપ્રિટેન્ડન્ટે કહ્યું હતું કે નોટિસ આપવાની પ્રક્રિયા સામાન્ય છે. રામાણી પાસે ખુલાસો માંગ્યો છે. અશ્વિન રામાણીએ પ્રોપર ચેનલમા રજૂઆત ન કરતા નોટિસ આપવામાં આવી છે.
મેડિકલ ઓફિસર રામાણીને તબીબી અધિક્ષકે નોટિસ ફટકારી હતી. ગુજરાત રાજ્ય સેવા વર્તણુક નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ આપવામાં આવી છે. કલરનાં ખર્ચ માટે જવાબદાર સામે કાર્યવાહી કરવાને બદલે તબીબી અધિક્ષકે અન્યને દોષિત ઠેરવ્યા હતા. હું તો બોલીશ પ્રોગ્રામમાં કેમ બેઠા તેવા સવાલો સિવિલ સુપ્રિટેન્ડન્ટની નોટિસમાં પૂછવામાં આવ્યા છે.
નોંધનીય છે કે સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરમાં અચાનક સફેદને બદલે ભગવો કલર કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. 150 જેટલાં સ્ટ્રેચરમાં એકાએક ભગવો કેસરી કલર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતુ. નોંધનીય છે કે, સ્ટ્રેચરનો કલર મોટે ભાગે સફેદ જ઼ હોઈ છે પરંતુ અહીં પરિવર્તનની લહેર જોવા મળી છે. તો બીજી તરફ વિવાદ વધતા ઇન્ચાર્જ સિવિલના સુપ્રીટેન્ડેટએ બચાવ કરતા કહ્યું કે, આ પ્રાઇમર કલર છે ઉપર સફેદ કલર લાગશે. મીડિયા સુધી વાત પહોંચતા ભગવા કલરને પડતો મુકાયાની વાત વહેતી થઈ હતી.
તો આ મામલે મેડિકલ ઓફિસર એ.વી.રામાણીનું નિવેદન સામે આવ્યું હતું. સ્ટ્રેચર દર્દીઓના સગા અન્ય વોર્ડમાં દર્દીને લઈ જતા અને પાછા સ્ટ્રેચર આપતા નહિ. સ્ટેચરનો કલર સરકારી નિયમ મુજબ સફેદ જ હોય, પરંતુ અમારા સિનિયર નર્સ દ્વારા કલર બદલવાનો નિર્ણય કર્યો હતો. સફેદને બદલે ભગવો કરવામાં આવ્યો તેની પાછળ કારણ એટલું જ હતું કે અમારા સ્ટ્રેચર ખોવાઈ ન જાય એટલો જ હતો. સ્ટ્રેચર દર્દીના સગાને લઈને જવા પાછળ કારણ એ છે કે પૂરતો સ્ટાફ નથી.
વિદ્યુત સહાયકની ઓનલાઇન પરીક્ષા કૌભાંડનો પર્દાફાશ
વિધુત સહાયકની ઓનલાઇન પરીક્ષા મામલે થયેલી ગરબડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડના પગલે 24 કલાકમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોમ્પ્યુટર લેબ ઈન્ચાર્જ સહિત 6 શખ્સો પકડાયા છે. પ્રાથમિક તપાસ અને પૂછપરછમાંથી એવી હકીકત સામે આવી છે કે, 300 જેટલા ઉમેદવારો પાસ કરાવવા માટે કુલ 30 કરોડથી વધુ પડાવ્યાં છે. અત્યાર સુધીમાં આ રેકેટમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે