શોધખોળ કરો
ગુજરાતનું આ શહેર બન્યું કોરોના હોટસ્પોટ, બે દિવસમાં બેંકના 30 કર્મીઓને થયો કોરોના
રાજકોટની જિલ્લા પંચાયત પાસે આવેલી ખાનગી બેંકમાં બે દિવસમાં કોરોનાના 30 કેસ પોઝિટિવ આવ્યા છે. બે નાયબ મામલતદારોને પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
![ગુજરાતનું આ શહેર બન્યું કોરોના હોટસ્પોટ, બે દિવસમાં બેંકના 30 કર્મીઓને થયો કોરોના Now Rajkot covid-19 hotspot in Gujarat, 30 bank employees found corona positive ગુજરાતનું આ શહેર બન્યું કોરોના હોટસ્પોટ, બે દિવસમાં બેંકના 30 કર્મીઓને થયો કોરોના](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/06201438/amd-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ રાજકોટ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. રાજકોટની જિલ્લા પંચાયત પાસે આવેલી ખાનગી બેંકમાં બે દિવસમાં કોરોનાના 30 કેસ પોઝિટિવ આવ્યા છે. બે નાયબ મામલતદારોને પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ સર્કલ ઓફિસર જીતેન્દ્ર ડેકીવાડિયા અને કોટડાસાંગાણી તાલુકાના નાયબ મામલતદાર પોરખિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
આ પહેલા રાજકોટ ભાજપના બે ધારાસભ્યો, એક સાંસદ અને મેયરને કોરોના પોઝિટિવ આવી ચૂક્યો છે. અનેક રાજકીય આગેવાનો પણ કોરોનાની ઝપટે ચડ્યા છે. જિલ્લામાં બે સહકારી આગેવાનોને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ એસ.ટી.ના 201 કર્મચારીઓના ટેસ્ટ કરાયા, જેમાંથી 15 કર્મચારીઓને કોરોના આવ્યો છે.
અનેક સરકારી અધિકારીઓ કોરોનાની ઝપટે ચડી ગયા છે. રાજકોટના ડેપ્યુટી કમિશનર એ.કે સિંગ અને કોર્પોરેટર અતુલ રાજાણી અને પરિવારને પણ ગુરુના પોઝિટિવ આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં કોરોના 148 કેસ નોંધાયા છે. શહેરમાં દરરોજ 80થી 100 અને જિલ્લામાં 50 થી 60 કોરોના પોઝિટિવ કેસ આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)