શોધખોળ કરો

ગુજરાતના કયા શહેરમાં એસટી વિભાગના 10 કર્મીઓને કોરોના આવતાં અન્ય કર્મીઓમાં ફફડાટ? જાણો વિગત

કોરોના સંક્રમણને લઈને એસ.ટી.વિભાગના 300થી વધારે કર્મચારીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 10 કર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. સાંજ સુધી 450 લોકોના ટેસ્ટિંગનો અંદાજ છે. હજુ પોઝિટિવ કેસ વધવાની શક્યતા છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે રાજકોટમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે. જેને કારણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વસ્તીની દ્રષ્ટીએ રાજકોટમાં સૌથી વધુ સંક્રમણ હોવાનો આઇએમએ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ત્યારે હવે રાજકોટમાં વકીલો પછી એસટી વિભાગના કર્મીઓ પણ કોરોનાગ્રસ્ત થયા છે. રાજકોટમાં સતત કોરોનાનો કહેર યથાવત સરકારી કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે. રાજકોટ એસટી ડિવિઝન દ્વારા એસ.ટી.ના કર્મચારીઓનું આરોગ્ય ચેકિંગ કરવામાં આવ્યું તથા કોરોના સંક્રમણને લઈને એસ.ટી.વિભાગના 300થી વધારે કર્મચારીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 10 કર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. સાંજ સુધી 450 લોકોના ટેસ્ટિંગનો અંદાજ છે. હજુ પોઝિટિવ કેસ વધવાની શક્યતા છે. નોંધનીય છે કે, આ પહેલા રાજકોટ એસટી ડિવિઝન ખાતે 15 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા.. કોર્ટ સંકુલમાં કરવામાં આવેલ ટેસ્ટમાં 8 વકીલો કોરોના સંક્રમિત થયા હોવાનું ખુલ્યું છે. 127 વકીલોના એન્ટીજન કીટ વડે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બાર કાઉન્સિલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં સારવાર દરમિયાન 26 લોકોના છે. રાજકોટ શહેરના 14, ગ્રામ્યના 6 અને અન્ય જિલ્લાના 6 લોકોનો સમાવેશ થાય છે. રોજેરોજ રાજકોટમાં સારવાર લઈ રહેલા સરેરાશ 25થી 30 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. રાજકોટમાં કોરોના કાળ દરમિયાન 100 ડૉક્ટરો સંક્રમિત થયા છે. અનેક ડૉક્ટરો અને અરોગ્ય વિભાગ સાથે જોડાયેલા લોકો સંક્રમિત થઈ રહ્યા છે, તેમ IMAના પ્રેસિડેન્ટ જય ધીરવાનીએ એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. રાજકોટમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ફ્રન્ટ વોરિયર પોતાનું અને પરિવારનું ધ્યાન રાખે, તેવી અપીલ પણ આઇએમએ દ્વારા કરવામાં આવી છે. ડોક્ટરો સંક્રમિત થાય એટલે IMA માટે ચિંતાનો વિષય છે. લોકો બેદરકાર થયા છે,. રાજકોટમાં લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનો રાજકોટ માટે અઘરો સાબિત થાય છે. ઓક્ટોબરમાં રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ શકે, તેમ તેમણે જણાવ્યું હતું.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

Embed widget