શોધખોળ કરો
ઓખા બંદર નજીક માછીમારી બોટની જળસમાધી, કોસ્ટગાર્ડે 7 માછીમારોને બચાવ્યા
દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર નજીક એક માછીમારી બોટે જળસમાધી લેતા કોસ્ટગાર્ડે 7 માછીમારોને બચાવી લીધા છે.
દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર નજીક એક માછીમારી બોટે જળસમાધી લેતા કોસ્ટગાર્ડે 7 માછીમારોને બચાવી લીધા છે. અરબી સમુદ્રમાં ફીશીંગ માટે ગયેલી દરિયાખેડૂ નામની બોટ ઓખાથી 24 નોટિકલ માઈલ દૂર ડૂબવા લાગતા કોસ્ટગાર્ડની મદદ માગવામા આવી હતી. ખરાબ વાતાવરણ અને વધુ મોજા ના કારણે બોટ ડૂબી અને પાણી ભરાયાં હોવાની માહિતી છે.
કોસ્ટગાર્ડની સી-411 બોટે તાત્કાલીક પહોંચી ડૂબી રહેલી બોટ પર સવાર સાતેય માછીમારોનું સલામત રીતે રેસ્કયૂ કર્યું હતું. તમામ માછીમારોને બચાવી ઓખા બંદર પર લાવવામા આવતા માછીમારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement