શોધખોળ કરો

Omicron Threat : નવા વેરિયન્ટના ખતરાથી રાજકોટમાં ફફડાટ, બાળકોને સ્કૂલે મોકલતાં ડરી રહ્યા છે વાલી

નવા વેરિયન્ટથી અમુક વાલીઓ બાળકોને સ્કૂલે નથી મોકલી રહ્યા. નાના વિદ્યાર્થીઓને વાલીઓ સ્કૂલે નથી મોકલી રહ્યા. માંડ માંડ સ્કૂલો શરૂ થઈ ત્યાં ઓમોક્રોનનો ડર વાલીઓને સતાવી રહ્યો છે. 

રાજકોટઃ ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતાં લોકોમાં ડરનો માહોલ છે, ત્યારે ગુજરાતમાં પણ આ નવા વેરિયન્ટનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં પણ લોકોમાં ડર પેસી ગયો છે. નવા વેરિયન્ટના ડરને કારણે રાજકોટની સ્કૂલોમાં બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 

સરકારી અને ખાનગી સ્કૂલોમાં બાળકોની સંખ્યામાં 4 થી 5 ટકાનો ઘટાડો થયો છે. ઓમીક્રોન અને ઠડા વાતાવરણના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. નવા વેરિયન્ટથી અમુક વાલીઓ બાળકોને સ્કૂલે નથી મોકલી રહ્યા. નાના વિદ્યાર્થીઓને વાલીઓ સ્કૂલે નથી મોકલી રહ્યા. માંડ માંડ સ્કૂલો શરૂ થઈ ત્યાં ઓમોક્રોનનો ડર વાલીઓને સતાવી રહ્યો છે. 

હાલમાં સ્કૂલોમા નાના બાળકોમાં 35 ટકા વિદ્યાર્થીઓની હાજરી છે. ધોરણ 1 થી 5માં બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પહેલા 40 ટકા જેટલી હાજરી હતી. 6 થી 12 ધોરણ સુધી હાલમાં 70 ટકા હાજરી છે. ઓમીક્રોન, ઠડું વાતાવરણ અને લગ્નની સિઝનના કારણે બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું 5 ટકા સંખ્યા ઘટી છે. ઓમોક્રોનથી વાલીઓમાં ડરનો માહોલ છે. ગ્રામ્ય વિસ્તારો કરતા શહેરી વિસ્તારમાં બાળકોની સંખ્યાઓ ઘટી છે. વાલીઓને શિક્ષણ અધિકારીએ કહ્યું સલામતી જરૂરી પણ ડરવાની જરૂર નથી.

નોંધનીય છે કે, નવા સત્રથી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ધોરણ 1થી 5ની સ્કૂલો પણ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. ત્યારે કોરોનાના કેસો ઘટતા લોકોએ બાળકોને સ્કૂલે મોકલવાનું શરૂ કર્યું હતું. જોકે, દક્ષિણ આફ્રિકાથી આવેલા ઓમિક્રોન વેરિયન્ટને પગલે ફરી એકવાર વાલીઓ ભયભીત થઈ ગયા છે અને કેટલાક વાલીઓ પોતાના સંતાનોના સ્વાસ્થ્યની ચિંતાને પગલે બાળકોને સ્કૂલે મોકલવાની ટાળી રહ્યા છે. 

સુરત: રાંદેર તાડવાડીની શ્રીનાથ સોસાયટીમાં 17 વર્ષિય પુત્ર સહિત માતા-પિતાને કોરોના લાગતાં તંત્ર દોડતું થઈ ગયું છે. આખી સોસાયટી કન્ટેઇન્મેન્ટમાં મુકાઈ છે. નવા 7 કેસમાંથી 20થી ઓછી વયના 3 લોકો છે. પોઝિટિવ આવેલો 17 વર્ષિય તરુણ અમરોલીની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જેથી અન્ય વિદ્યાર્થીઓનું માસ ટેસ્ટિંગ કરવામાં આવશે. ​​​​​​​પોઝિટિવ આવેલા દંપતીએ રસીના બંને ડોઝ લીધા હતા.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?

વિડિઓઝ

Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
Embed widget