શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ સીટીમાં લોકોએ મોંઘા ભાવની ડુંગળીની ચલાવી લૂંટ? જાણો કેવી રીતે
બોરી તૂટી જતાં રાજકોટ નેશનલ હાઈવે પર ભોજપરા ગામના પાટીયા પાસે ડુંગળીની રોડ પર ઢોલાઈ ગઈ. ટ્રેક્ટરમાંથી ડુંગળી હાઈવે પર ઢોળાતા લોકોએ મોંઘા ભાવની ડુંગળી લૂંટવા જીવના જોખમે દોડ્યા હતાં.
રાજકોટઃ ડુંગળીનો પાક નિષ્ફળ ગયો હોવાથી દેશમાં ડુંગળીનો ભાવ આસમાને જોવા મળ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ગોંડલ હાઈવે પર ટ્રેક્ટરમાં પડેલી બોરીઓમાંથી ડુંગળીઓ રોડ પર ઢોળાતા લોકોએ લૂંટ મચાવી હતી. ડૂંગળી રોડ પર ઢોળાતાં લોકોએ ડુંગળી લેવા દોડ્યાં હતાં. હાલ લગભગ પ્રતિ કિલો રૂ.80થી રૂ.90ના ભાવે મળતી ડુંગળી પાછળ લોકો પાગલ બન્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા જઈ રહેલા ખેડૂતના ટ્રેક્ટરમાંથી અચાનક બોરી તૂટી જતાં રાજકોટ નેશનલ હાઈવે પર ભોજપરા ગામના પાટીયા પાસે ડુંગળીની રોડ પર ઢોલાઈ ગઈ હતી.
ટ્રેક્ટરમાંથી ડુંગળી હાઈવે પર ઢોળાતા લોકોએ મોંઘા ભાવની ડુંગળી લૂંટવા જીવના જોખમે દોડ્યા હતાં. કેટલાક લોકોએ તો ડુંગળીઓની થેલી ભર્યા બાદ જાણે મોટી જંગ જીતી હોય એમ હાશકારો અનુભવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion