શોધખોળ કરો
અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે કયા-કયા પાટીદારો વચ્ચે મીટિંગ યોજાશે, નામ જાણીને ચોંકી જશો
પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર અલ્પેશ કીથીરિયાને જેલ મુક્ત કરવાની માંગણી સાથે ફરી એકવાર આંદોલનકારીઓ મેદાને આવ્યા છે. અલ્પેશ કથીરિયાને જેલ મુક્તિ માટે આજે 1 મેના રોજ રાજકોટ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
![અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે કયા-કયા પાટીદારો વચ્ચે મીટિંગ યોજાશે, નામ જાણીને ચોંકી જશો Patidar leaders to meet to discuss release of quota leader Alpesh Kathiriya અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે કયા-કયા પાટીદારો વચ્ચે મીટિંગ યોજાશે, નામ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/01120313/Patidar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર અલ્પેશ કીથીરિયાને જેલ મુક્ત કરવાની માંગણી સાથે ફરી એકવાર આંદોલનકારીઓ મેદાને આવ્યા છે. અલ્પેશ કથીરિયાને જેલ મુક્તિ માટે આજે 1 મેના રોજ રાજકોટ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં બપોરે યોજાનારી મીટિંગમાં હાર્દિક પટેલ અને નરેશ પટેલના સહિતના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દિનેશ બાંભણિયા પણ આ મીટિંગમાં જોવા મળશે.
રાજકોટમાં આવેલા ખોડલધામ સંસ્થાના સરદાર ભવન ખાતે જેલવાસ ભોગવી રહેલા અલ્પેશ કથીરિયાને કેવી રીતે છોડાવવો તેનું આયોજન કરવામાં આવશે. આ મીટિંગ બાદ ભવિષ્યમાં આ જ વિષયના સંદર્ભમાં ઊંઝા ખાતે આવેલી ઊમિયા ધામ સંસ્થામાં પણ એક મીટિંગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આંદોલન બાદ થયેલા પોલીસ કેસમાં જેલવાસ ભોગવી રહેલા પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા જામીન પર બહાર હતો તે દરમિયાન સુરત ખાતે પોલીસ સાથે થયેલી અથડામણ બાદ ફરીથી તેની ધરપકડ કરી તેને જેલ ભેગો કરાયો હતો. ચૂંટણી દરમિયાન પણ અનેક વાર હાર્દિક પટેલની સભામાં પાટીદારોએ અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે દેખાવો કર્યા હતાં ત્યારે પાટીદારો આ દિશામાં ફરીથી આંદોલન કરવાનું આયોજન કરે તેવી શક્યતા છે.
![અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે કયા-કયા પાટીદારો વચ્ચે મીટિંગ યોજાશે, નામ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/01115745/Patidar1-300x225.jpg)
![અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે કયા-કયા પાટીદારો વચ્ચે મીટિંગ યોજાશે, નામ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/01115752/Patidar2-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)