(Source: ECI/ABP News/ABP Majha)
ખોડલધામના પાટોત્સવને લાગ્યું કોરોનાનું ગ્રહણ, વર્ચ્યુઅલી યોજાય તેવી સંભાવના
લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરના પાટોત્સવને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. પાટોત્સવ વર્ચ્યુઅલી યોજાય તેવી સંભાવના છે
રાજકોટઃ લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરના પાટોત્સવને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. પાટોત્સવ વર્ચ્યુઅલી યોજાય તેવી સંભાવના છે. ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. આથી ખોડલધામમાં 21મી જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હાલ કોરોનાના કેસ વધતા પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાય તેવી સંભાવના છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આવતીકાલે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી છે. પહેલા પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની વાત હતી.
મળતી જાણકારી અનુસાર, ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. જેને લઈને 21મી જાન્યુઆરીએ ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ હતી. પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતમાં રહેતા પાટીદાર સમાજને આમંત્રણ આપવા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે ખુદ સમગ્ર રાજ્યમાં ભ્રમણ કર્યું હતું.
પરંતુ હાલ રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ વણસી રહી હોવાથી પાટોત્સવ વર્ચ્યુઅલી યોજાય તેવી શક્યતા છે. આવતીકાલે ખોડલધામના તમામ ટ્રસ્ટીઓની બેઠક બોલાવી છે. ત્યાર બાદ પાટોત્સવને લઈને નિર્ણય કરાશે.
નોંધનીય છે કે રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4213 કેસ નોંધાયા છે. જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. બીજી તરફ 860 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,20,383 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 97.10 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 1 મોત થયા છે. આજે 5,01,409 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો.....
તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ
IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ
Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન