લોકસભા પહેલા રાજકોટવાસીઓને પીએમ આપશે આ મોટી ભેટ, વાંચો 27-28 જુલાઇના પીએમના રાજકોટ પ્રવાસ વિશે....
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી અઠવાડિયે ફરી એકવાર ગુજરાત પ્રવાસની વાતો સામે આવી છે
PM Modi: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી અઠવાડિયે ફરી એકવાર ગુજરાત પ્રવાસની વાતો સામે આવી છે, માહિતી પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્રો મોદી આગામી 27મી જુલાઇએ રાજકોટની મુલાકાતે આવશે અને આ દરમિયાન રાજકોટમાં હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે. એરપોર્ટને ખુલ્લુ મુકવાની તારીખ લગભગ પહેલાથી જ નક્કી થઇ ચૂકી છે, અને આ માટે હવે મોટો કાર્યક્રમ પણ યોજાશે. ખાસ વાત છે કે, હીરાસર એરપોર્ટ શરૂ થતા હાલનું ચાલુ જૂનું એરપોર્ટ બંધ થઇ જશે. નવા ગ્રિનફિલ્ડ એરપોર્ટ પર ટ્રાયલ રન પણ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન અહીં નાના એરક્રાફ્ટથી થશે ટ્રાયલ કરવામાં આવ્યુ હતુ.
માહિતી પ્રમાણે, આગામી 27 જુલાઇએ વડાપ્રધાન મોદી, સરકાર અને સંગઠન સાથે ગુજરાતમાં ડિનર ડિપ્લોમસી કરશે. 27 અને 28 જુલાઈએ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવશે, અને લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટને મોટી ભેટ આપશે. 27મી જુલાઈએ પીએમ મોદી હીરાસર એરપોર્ટનું લોકપર્ણ કરશે અને બાદમાં લોકોને સંબોધન કરશે. ખાસ વાત છે કે ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટ એરપોર્ટના ઉદઘાટન બાદ પીએમ સીધાં ગાંધીનગર પહોંચશે. જ્યાં મુખ્યમંત્રી સહિત કેબિનેટ સાથે ડિનર ડિપ્લોમસી કરશે. ડિનર ડિપ્લોમસીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત પક્ષના હોદ્દેદરો હાજર રહેશે. ગુજરાતની નવી સરકાર બાદ પ્રધાનમંડળ સાથે પીએમ મોદીની આ પ્રથમ મીટિંગ હશે. આ ઉપરાંત ગુજરાતમાં 28 જુલાઈએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી 3 દિવસિય સેમિક્રૉન સમિટનું પણ પીએમ ઉદઘાટન કરશે. સેમિક્રૉન સમિટમાં સબોધન કર્યા બાદ પીએમ મોદી ગાંધીનગરથી સીધા દિલ્હી પરત ફરશે.
વિદેશી એજન્સીઓ પણ ફિદા, કહ્યું- મોદી રાજમાં ભારત બનશે 'સોને કી ચિડિયા'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. હવે વિદેશી બ્રોકરેજ એજન્સીઓ પણ આ હકીકત સ્વીકારી રહી છે. બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીને સોમવારે નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળ પર 31 પાનાનો અહેવાલ બહાર પાડ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે GST જેવા "ઐતિહાસિક" સુધારાઓ અને મોટા પાયાના ખર્ચના કારણે ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. બર્નસ્ટીનના 'PM મોદીના નેતૃત્વનો દાયકો - એક લાંબી છલાંગ' નામના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઘણી બધી સંસ્થાઓ મુશ્કેલીમાં મુકાયેલી નબળી અર્થવ્યવસ્થા વારસામાં હોવા છતાં ઐતિહાસિક સુધારા, મોંઘવારી નિયંત્રણ, નાણાકીય સમાવેશ અને ડિજિટલાઇઝેશનના મોરચે સરકારે ખૂબ જ સારું કામ કર્યું છે. આ સાથે ભારત ફરી એકવાર સોનાની ચિડિયા બનવા તરફ આગળ વધી રહ્યું છે.
ભારતે અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી
અહેવાલ અનુંસાર, “નસીબ રાતોરાત ચમકે છે – કેટલાક માટે તે નસીબ દ્વારા થાય છે અને મોટા ભાગના માટે વર્ષોના પ્રયત્નો દ્વારા. ભારત પણ કંઈક અંશે સમાન કહાની છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મોદીના નેતૃત્વમાં ભારતે ઘણા ક્ષેત્રોમાં જબરદસ્ત પ્રગતિ જોઈ છે. તેમાં ડિજિટાઈઝેશન, અર્થતંત્રનું એકીકરણ, ઉત્પાદન માટે રોકાણ આકર્ષવા માટે બહેતર નીતિગત વાતાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચમાં વધારો સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા એક દાયકાના ઘણા વર્ષો દરમિયાન આર્થિક વૃદ્ધિ સુસ્ત રહી છે, પરંતુ સરકારે નવા સુધારા દ્વારા અર્થવ્યવસ્થાને આગળ ધપાવી છે. બર્નસ્ટેઈનના અહેવાલમાં જણાવાયું છે કે, મોદીએ નવ વર્ષ પહેલા 'અચ્છે દિન'ના વચન સાથે જંગી જીત મેળવી હતી અને વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
મોદી સરકાર લાલ ફીતાશાહીને ઘટાડવામાં સફળ રહી
તેમણે આર્થિક વૃદ્ધિને વેગ આપવા લાલ ફીતાશાહી ઘટાડવા, ભ્રષ્ટાચારનો અંત લાવવા અને બિઝનેસ સેન્ટિમેન્ટ સુધારવાનું વચન આપ્યું હતું. સુશાસન તેમજ આર્થિક સમૃદ્ધિનું વચન ભાજપના 2014ના ચૂંટણી ઢંઢેરામાં ટોચ પર હતું. ભાજપે ઉચ્ચ વૃદ્ધિ, વધુ રોજગાર સર્જન અને રોકાણ વધારવાનું વચન આપ્યું હતું. બર્નસ્ટીને આ રિપોર્ટ તૈયાર કરવામાં અમુક માપદંડોનું મૂલ્યાંકન કર્યું છે. તે જુએ છે કે, 2014 થી ભારતે આ પરિમાણો પર કેવું પ્રદર્શન કર્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, 2014 થી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ વાર્ષિક ધોરણે 5.7 ટકા રહી છે. કોવિડ પહેલાની વૃદ્ધિ 6.7 ટકા હતી. બીજી તરફ, સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ના કાર્યકાળ દરમિયાન વિકાસ દર 7.6 ટકાથી થોડો ઓછો હતો. તે સમયગાળા દરમિયાન તેને નીચી બેઝ ઇફેક્ટનો ફાયદો મળ્યો હતો.
નબળું અર્થતંત્ર વારસામાં મળ્યું
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોદી સરકારને વારસામાં નબળી અર્થવ્યવસ્થા મળી છે અને ઘણી સંસ્થાઓ મુશ્કેલીમાં છે. રિપોર્ટમાં આ માટે યુપીએ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને જવાબદાર ગણવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક સ્તરે જીડીપીના સંદર્ભમાં ભારત પાંચમા સ્થાને પહોંચી ગયું છે. 2014માં ભારત દસમા સ્થાને હતું. જો કે માથાદીઠ આવકના આધારે ભારત આ યાદીમાં 127માં સ્થાને ઘણું પાછળ છે. અહીં પણ 2014ની સરખામણીમાં ભારતની સ્થિતિમાં સુધારો થયો છે. 2014માં ભારત 147મા ક્રમે હતું.