Rajkot: રાજકોટમાં 23 લાખથી વધુની નકલી ચલણી નોટો સાથે ત્રણની ધરપકડ, ફોટોશોપની મદદથી બનાવતા નકલી નોટ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 23 લાખથી વધુની નકલી ચલણી નોટ સાથે ત્રણ ઈસમોની કરી હતી
રાજકોટમાં નકલી ચલણી નોટો સાથે ત્રણ જણાની પોલીસે ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 23 લાખથી વધુની નકલી ચલણી નોટ સાથે ત્રણ ઈસમોની કરી હતી. ફોટોશોપની મદદથી નકલી નોટ છાપી હોવાનો આરોપીઓએ ખુલાસો કર્યો હતો.
રાજકોટ પોલીસે 23 લાખ 44 હજાર 500 રૂપિયાની નકલી ચલણી નોટ જપ્ત કરી હતી. મોરબી રોડ પર મકાનમાંથી અને સાધુ વાસવાની રોડ પર આવેલી નિરા ડેરી પર પોલીસે દરોડા પાડ્યા હતા. 2000 રૂપિયાની ચલણી નોટ બંધ થતાં આરોપીઓ 100 અને 500 ના દરની નોટ માર્કેટમાં ઘૂસાડવાના પ્રયાસમાં હતા પરંતુ તે અગાઉ જ તેઓ પકડાઇ ગયા હતા. 2000 ના દરની નોટ બંધ થતા નકલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું.
આરોપી નિકુંજ અમરશી ભાલોડીયા, વિશાલ બાબુ ગઢીયા અને વિશાલ વસંત બુદ્ધદેવની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 100ના દરની 335 અને 500ના દરની 4622 ડુપ્લીકેટ નોટ મળી આવી હતી. આરોપીઓ નકલી નોટ કલર પ્રિન્ટર પર છાપતા અને રિઝર્વ બેંકમાંથી આવતા બંડલની જેમ 1થી 100 સિરિયલ નંબરમાં નકલી નોટ છાપતા હતા. નિકુંજ ભાલોડિયા નામનો વ્યક્તિ સ્કેનર અને ફોટોશોપની મદદથી નકલી ચલણી નોટ બનાવતો હતો. આરોપી વિશાલ બાબુ ગઢીયા અને વિશાલ વસંત બુદ્ધદેવ પાસેથી પણ નકલી નોટ પોલીસે જપ્ત કરી હતી.
Rajkot: ફૂડ વિભાગના રાજકોટમાં દરોડા, વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો પકડાયો, જાણો
Rajkot: રાજકોટમાં મનપા એક્શનમાં આવ્યુ છે, મનપાની ફૂડ વિભાગની ટીમે દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે, આ કાર્યવાહી અંતર્ગત આજે શહેરની હેડકી રેસ્ટૉરન્ટમાં અને નાના મોટા વેપારીઓને ત્યાં અચાનક ચેકિંગ હાથ થર્યુ હતુ, જ્યાંથી વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરાયો છે.
માહિતી પ્રમાણે, રાજકોટ મનપાના ફૂડ વિભાગના રાજકોટમાં ઠેરઠેર દરોડા પડ્યા છે. આ કાર્યવાહીમાં હેડકી રેસ્ટૉરન્ટમાંથી 6 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યા છે, અહીંથી વાસી ફ્રૂટ, પલ્પ અને ફળના કાપેલા ટુકડા મળી આવ્યા હતા, આ ઉપરાંત અલગ અલગ ખાણી-પીણીના વેપારીઓને ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ટીમે આઈસ્ક્રીમ, શ્રીખંડ અને ચીઝનાં નમૂના લઈ પરીક્ષણ માટે મોકલ્યા છે.
Rajkot: ગરમી વધતા જ રાજકોટમાં હીટ સ્ટ્રૉકના કેસો વધ્યા, એક મહિનામાં આટલા કૉલ મળ્યા.....
Rajkot: દિવસે દિવસે સૂર્યનો પ્રકોપ વધી રહ્યો છે, જેમ જેમ ગરમી વધી રહી છે, તેમ તેમ હીટ સ્ટ્રૉકના કેસોમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. રાજકોટમાં પણ હવે હીટ સ્ટ્રૉકના કેસોમાં વધારો નોંધાયો છે.રાજકોટ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં હીટ સ્ટ્રૉક અને લૂ લાગવાનાં 108ને 737 કૉલ મળ્યા છે, આમાં ચક્કર આવવા, લૂ લાગવી, ઉલટી થવી, બેભાન થવા જેવા કેસો સામે આવ્યા છે. ગરમીને ધ્યાને રાખી 108 એમ્બ્યૂલન્સમાં પણ દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. શ્રમિકો અને બહાર તડકામાં કામ કરતા લોકોનાં કેસ વધારે છે. 108 એમ્બ્યૂલન્સમાં જ પાણીનાં પોતા, ગ્લૂકૉઝ સહિતની તમામ વ્યવસ્થાઓ સાથે રાખવામાં આવી રહી છે