શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં સિંગતેલના ભાવમાં ફરી ભડકો, જાણો ડબ્બાનો ભાવ કેટલો થયો ?
એક વર્ષના તેલના ડબ્બાના ભાવમાં 450 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ કપાસિયા તેલના ભાવમાં પણ ભડકો થયો છે.
રાજકોટ: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ બાદ ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. છેલ્લા 15 દિવસમાં સિંગતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2400 રૂપિયા નજીક પહોંચ્યો છે. રાજકોટમાં સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે.
15 દિવસમાં સિંગતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલનો ડબ્બો 2400ની સપાટીએ પહોંચ્યો છે. ગત વર્ષે તેલનો ડબ્બો 1950ની સપાટીએ હતો. હાલમાં સૌરાષ્ટ્રમાં સિંગતેલના નવા ટીનના ડબ્બાનો ભાવ 2400 રૂપિયા નજીક પહોંચી ગયો છે.
એક વર્ષના તેલના ડબ્બાના ભાવમાં 450 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ કપાસિયા તેલના ભાવમાં પણ ભડકો થયો છે. કપાસિયા તેલનો ભાવ 1850 થયો છે, ગત વર્ષે આ સમયે કપાસિયા તેલનો ભાવ 1400ની આસપાસ હતો. વેપારીઓનું માનીએ તો, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધવા પાછળનું કારણ જણસની નિકાસ,સાથે જ આયાતી તેલ મોંઘા થવાના કારણે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion