શોધખોળ કરો

Saurashtra Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં વરસાદ શરૂ

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.  અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ છે.

રાજકોટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.  અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ છે. રાજકોટના ઉપલેટમાં વરસાદ વરસ્યો છે.   રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છે.  ઉપલેટામાં સવારથી જ ભારે ઉકળાટ બાદ બપોરે વરસાદ વરસ્યો છે.  બપોર બાદ ઉપલેટામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે.  બે દિવસના વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. રાજકોટના જેતપુરમાં પણ છેલ્લા એક અઠવાડીયાથી વરસાદી માહોલ છે. 

Saurashtra Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં વરસાદ શરૂ

ગીર સોમનાથ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે.  તાલાલા  ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે.   ધાવા, સુરવા, આંકોલવાડી સહિતના ગામોમા વરસાદ વરસ્યો છે.  

અમરેલી જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  રાજુલાના હિંડોરણા, છતડીયા,  કડીયાળી,  નિંગાળા,  ભેરાઈ,  રામપરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  અસહ્ય ગરમી ઉકળાટ બાદ બપોરના વરસાદી માહોલ જોવા મળ્યો હતો.  સારા વરસાદને કારણે ખેડૂતોમા ખુશીનો માહોલ છે.  

ગુજરાતમાં હાલ વરસાદની માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  7મી અને 8મીએ રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.   હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.  પૂર્વ-પશ્ચિમ તરફનું દબાણ વધાવાના લીધે અસર જોવા મળશે. 

અંબાલાલ પટેલે શું કરી આગાહી

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મન મૂકીને મેઘરાજા વરસશે. અંબાલાલ પટેલના મતે 7 થી 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારબાદ 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સારો વરસાદ વરસશે.

આગામી બે દિવસ ગુજરાતમાં મન મુકીને  વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 25 જૂલાઇથી 8 ઓગષ્ટ ફરી એક વાર  વરસાદ પડશે. પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં  સરેરાશ 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 15.33 ઇંચ વરસાદ નોંધાયો છે.  સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. અહીં સિઝનનો 20.40 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 46.71  અને ઉત્તર ગુજરાતમાં 29.29 ટકા વરસાદ નોંધાયો છે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget