શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 228 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રનો આ ડેમ ઓવરફ્લો થવાની તૈયારી

Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જેના કારણે રાજ્યના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. આ ઉપરાંત કેટલાક ડેમો ઓવરફ્લો થવાની પણ તૈયારીમાં છે

Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જેના કારણે રાજ્યના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. આ ઉપરાંત કેટલાક ડેમો ઓવરફ્લો થવાની પણ તૈયારીમાં છે. તો બીજી રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૨૨૮ તાલુકામાં વરસાદ થયો છે.

રાજ્યમાં પડેલો વરસાદ

  • રાજકોટના જામકંડોરણા તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ
  • વલસાડના કપરાડા તાલુકામાં ૮ ઈંચ વરસાદ
  • વલસાડના વાપી તાલુકામાં ૬ ઈંચથી વધુ વરસાદ 
  • નવસારીના ખેરગામ તાલુકામાં પોણા છ ઈંચ વરસાદ
  • વલસાડના ધરમપુર તાલુકામાં ૫.૫ ઈંચ વરસાદ
  • વલસાડના પારડી તાલુકામાં ૫ ઈંચ વરસાદ
  • રાજકોટના ઉપલેટા તથા કચ્છના માંડવી તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ 
  • રાજ્યના ૧૮ તાલુકાઓમાં ૩ થી ૪ ઈંચ વરસાદ
  • રાજ્યના ૬૯ તાલુકાઓમાં ૧ થી ૩ ઈંચ વરસાદ 
  • રાજ્યમાં સીઝનનો કૂલ વરસાદ ૨૩.૪૯ ટકા થયો

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે વલસાડના મધુબન ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 21327 કુયુસેક પાણી છોડાયું છે. દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. સાવચેતીના ભાગ રુપે વલસાડના કલેકટરે ટ્વીટ કરી લોકોને સચેત ક્યા છે. તેમણે દમણગંગા નદી કિનારાના લોકોને સાવચેત રહેવા સૂચન કર્યું છે. નદી કિનારાના ગામના લોકોને કિનારાથી દુર રહેવા સૂચન કર્યું છે. મધુબન ડેમમાં 28633 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સીઝનમાં પ્રથમ વખત ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને લઈને વલસાડ વહીવટી તંત્ર એલર્ટ થયું છે.

ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

તો બીજી તરફ રાજકોટના ધોરાજીમાં આવેલ ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમના હેઠવાસમાં આવતા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. જેમાં ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા તેમજ પોરબંદર તાલુકાના વિસ્તારોનો સમાવેશ થાય છે. નદી કાંઠા વિસ્તારમાં આવતા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપાઈ છે. તંત્ર દ્વારા નદી કાંઠાના 37 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોએ નદીના પટમાં ન જવાની તેમજ નીચાણવાળા વિસ્તારોને સાવચેતી રહેવા માટેની સૂચના અપાઈ છે. હાલ ડેમમાં 3362 ક્યુસેક પાણીની આવક થઇ રહી હોવાની પણ વિગતો સામે આવી છે. ડેમની કુલ સપાટી 53.10 મીટર છે જમાંથી હાલની સપાટી 51.30 મીટર પહોંચી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

Embed widget