શોધખોળ કરો

Rajkot Rain: રાજકોટમાં અસહ્ય ગરમી બાદ વરસાદનું ધમાકેદાર આગમન, જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો

રાજકોટ શહેરના યાત્રિક રોડ, રેસકોર્સ રિંગ રોડ, 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, જિલ્લા પંચાયત ચોક, સિવિલ હોસ્પિટલ ચોક, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

રાજકોટ: રાજકોટ શહેરમાં અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદનું ધમાકેદાર આગમન થયું છે. રાજકોટ શહેરના યાત્રિક રોડ, રેસકોર્સ રિંગ રોડ, 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, જિલ્લા પંચાયત ચોક, સિવિલ હોસ્પિટલ ચોક, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ રાજકોટ શહેરમાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. 

ધોરાજીમાં વરસાદ 

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદનું આગમન થયું છે. બપોરે અસહ્ય ઉકળાટ અને  ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડીંબાંગ વાદળો ઘેરાયા હતા. ધોરાજીમા વરસાદનું આગમન થયું છે. વિજળીના કડાકા ભાડકા સાથે ધોધમાર વરસાદ વરસતા મુખ્ય રસ્તાઓ વરસાદી પાણી પાણી થયા હતા.  બાળકોએ વરસાદમાં ન્હાવાની મજા માણી હતી.  ધોરાજીમા વરસાદને લઈને વાતાવરણમાં ઠંટક પ્રસર છે. 

જેતપુર તાલુકમાં વરસાદ

જેતપુર ગ્રામ્ય પંથક લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે.  જેતપુર ગ્રામ્ય પંથકમાં બપોર બાદ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.  પેઢલા,  મંડલીકપૂર,  ગુંદાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું.  ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંક પ્રસરી હતી. 

જસદણ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લાના જસદણ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે.  આટકોટ,ગરણી,ગુંદાળા,  જંગવડ, સાણથલી, વીરનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 

આટકોટ અને સાણથલી ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર અને ખેતરોમાં પાણી વહેતા થયાં હતા.  સાણથલી ગામે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.  આજે સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છ. 

સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  વાવણી લાયક વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં હજી પડધરી અને જસદણ પંથકના અમુક ગામડાઓમાં જ વાવણી લાયક વરસાદ વરસ્યો છે.   

ગોંડલ તાલુકામાં વરસાદ 

રાજકોટ ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. ગોંડલના સીમ વિસ્તારમાં  મોટા ઉમવાળા, નાના ઉમવાળા, અનિડા ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  ભારે પવન સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે.  અમુક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે. 

ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો દીવમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
માર્ચના પ્રથમ સપ્તાહમાં બહાર પડી આ સરકારી નોકરીઓ, સારા પગાર સાથે મળશે અનેક ફાયદા
માર્ચના પ્રથમ સપ્તાહમાં બહાર પડી આ સરકારી નોકરીઓ, સારા પગાર સાથે મળશે અનેક ફાયદા
પોતાના આધાર કાર્ડને કેવી કરશો લૉક? ખૂબ સરળ છે પ્રોસેસ
પોતાના આધાર કાર્ડને કેવી કરશો લૉક? ખૂબ સરળ છે પ્રોસેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
માર્ચના પ્રથમ સપ્તાહમાં બહાર પડી આ સરકારી નોકરીઓ, સારા પગાર સાથે મળશે અનેક ફાયદા
માર્ચના પ્રથમ સપ્તાહમાં બહાર પડી આ સરકારી નોકરીઓ, સારા પગાર સાથે મળશે અનેક ફાયદા
પોતાના આધાર કાર્ડને કેવી કરશો લૉક? ખૂબ સરળ છે પ્રોસેસ
પોતાના આધાર કાર્ડને કેવી કરશો લૉક? ખૂબ સરળ છે પ્રોસેસ
India vs Australia: જો વરસાદના કારણે સેમિફાઇનલ મેચ રદ્દ થાય તો આ ટીમને મળશે ફાઇનલની ટિકિટ
India vs Australia: જો વરસાદના કારણે સેમિફાઇનલ મેચ રદ્દ થાય તો આ ટીમને મળશે ફાઇનલની ટિકિટ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર,  હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર, હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
Embed widget