શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ પડ્યો કમોસમી વરસાદ? જાણો આ રહ્યું લેટેસ્ટ લિસ્ટ
અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી
જૂનાગઢ: આ વખતે વરસાદ ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ લેતો જ નથી. અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસે તેવી હવામાન વિભાગે ગુજરાતમાં 4 અને 5 ડિસેમ્બરે વરસાદની આગાહી કરી છે.
જૂનાગઢના કેશોદમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અજાબ અને કેવદરામાં પણ કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદ થતાં જ ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. કપાસ, ચણા, જીરૂં, ધાણાંના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના અમરાપુર, કાત્રાસા, આંબલગઢ, તરસિંગડા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. માવઠું થતાં શિયાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે.
અમદાવાદનાં હવામાન વિભાગનાં ડાયરેકટર ડો. જયંત સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત ગુજરાતનાં મોટાભાગના શહેરોમાં સોમવારે ઠંડા પવનથી ભેજ વધતાં ઠંડક વધી ગઈ છે. 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારો ગીર-સોમનાથ અને જૂનાગઢમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે.
અરબ સાગરમાં ઉદભવેલ લો-પ્રેશરને કારણે પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લદાવી દેવામાં આવ્યું છે. 3થી લઈ 7 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. દરિયો રફ બનવાના પગલે માછીમારોને સાવચેત કરાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion