શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં રૈયા ઓવરબ્રિજ પર તિરાડો પડતા બ્રિજ બંધ કરાયો, જાણો મનપા કમિશનરે  શું કહ્યું ?

શુક્રવારે જ બ્રિજના બંને છેડે તિરાડો પડવાની શરૂઆત થઈ અને પોપડા ખરવા લાગ્યા હતા.

રાજકોટ: રાજકોટની રૈયા ચોકડી પરના ઓવરબ્રિજ પર તિરાડો પડતા વાહનચાલકો માટે બ્રિજ બંધ કરાયો છે. શુક્રવારે જ બ્રિજના બંને છેડે તિરાડો પડવાની શરૂઆત થઈ અને પોપડા ખરવા લાગ્યા હતા. જેથી ફાયર વિભાગને સાથે રાખી મનપાની ટીમ સમારકામ કરવા પહોંચી હતી.  હજુ તો ત્રણ વર્ષ પહેલા જ બ્રિજ બનાવાયો હતો. બ્રિજના બંને છેડે  તિરાડો પડતા ગુણવતા પર સવાલો ઉઠ્યા છે. 

જોકે, થોડો સમય વાહન વ્યવહાર રોકી દેવાયા બાદ બ્રિજને ફરી શરૂ કરાયો છે .સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલના જણાવ્યા મુજબ  તિરાડો પુરવાની કામગીરી ચાલી રહી છે અને સિટી એન્જિનિયરની ટીમ તપાસ કરી રહી છે.  મનપા કમિશનરે દાવો કર્યો કે  બ્રિજ મજબૂત છે, જેથી ચિંતા કરવાની જરૂર નથી.  

રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, દાંતા અને અરવલ્લી પંથકમાં વરસાદ

સાવરકુંડલા પંથકમાં હવામાનમાં પલટો આવ્યો છે. જેને લઈને ખેતરોમાં ખેડૂતોએ પોતાનો પાક ઢાંકવાના પ્રયાસો શરુ કરી દીધા છે. ઈટો પકાવતા કુંભારોએ પોતાની ભઠ્ઠા તાલપત્રીથી ઢાંકવાની કવાયત હાથ ધરી છે. ધીમે ધીમે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. 

અંબાજી દાંતા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. દાંતા તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. દાંતા તાલુકામાં ઘઉં, ચણા અને જીરાના પાકને લઈ ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. વહેલી સવારે કમોસમી વરસાદી માવઠાની શરૂઆત થઈ હતી.

મહીસાગરના લુણાવાડામાં વાતાવરણ પલટલતા અહીં પણ  ગાજવીજ  હળવો  વરસાદ પડ્યો. વરસાદના કારણે  વાવેતર કરેલા ઘઉં, મકાઈ, બાજરી,ઘાસચારાના પાકને નુકસાનની ભિતીથી ખેડૂતો ચિંતિત છે. એક બાજુ ગરમીની શરૂઆત થઇ ગઇ છે તો બીજ તરફ હજું વહેલી સવારે ઠંડીનો પણ અનુભવ થાય છે. આ બધાની વચ્ચે વરસાદ પડતાં   એકસાથે ત્રણ ઋતુનો અનુભવ થતાં  રોગચાળો  વકરે તેવી ભીતિ પણ સેવાઇ રહી છે.

હવામાન આગાહીના પગલે બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. . પાલનપુરની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અંબાજીના દાંતામાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થયું જેના પગલે ... ઘઉં, રાયડા, મકાઈ, એરંડા, ચણા, જીરા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે  ધરતીપુત્રો  ચિંતિત બન્યાં છે. અરવલ્લી જિલ્લાના માલપુર અને આસપાસના પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા. વધુ વરસાદ પડશે તો ઘઉં ,ચણા ,કપાસ ,બટાકા ,તડબુચના પાકમાં નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Embed widget