શોધખોળ કરો
Rajkot : ખેતરમાં ઘઉંના પાકમાં અચાનક ફાટી નીકળી આગ, ઘઉં બચાવવા જતાં દાઝી ગયેલા ખેડૂતનું મોત
સળગી રહેલા ઘઉંને બચાવવા જતા ખેડૂત પણ સળગ્યા હતા અને મોત થયું છે. ધીરુભાઈ મોહનભાઇ સતાસીયા (ઉ.વ 65)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે.

તસવીરઃ ઘઉંના તૈયાર પાકમાં આગ લાગતા ખેડૂતનું મોત.
રાજકોટ: જેતપુરમાં ખેતરમાં દેવકીગલોલ ગામના ખેડૂતનું સળગી જતા મોત થયું છે. ખેતરમાં તૈયાર ઘઉંના પાકમાં આગ લાગતા દુર્ઘટના બની હતી. જોકે, ખેતરમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. ખેતરમાં ક્યાં કારણોસર આગ લાગી તે જાણવા મળ્યું નથી. ખેતરમાં હાજર ખેડૂત ઘઉંને બચાવવા જતા તેઓ પણ સાથે દાઝ્યા હતા.

વધુ વાંચો