Rajkot : ઝૂંપડપટ્ટીમાંથી તરછોડાયેલું નવજાત બાળક મળી આવતાં ચકચાર, પોલીસે માતા-પિતાને શોધી કાઢ્યા
તાલુકા પોલીસે ત્રણ અલગ અલગ ટીમ બનાવી બાળકના માતા પિતાને શોધી કાઢ્યા છે. પતિ અને પત્નીના ઝઘડામાં બાળકને તરછોડ્યું હતું. રાજકોટના પુનિતના ટાકા પાસે સોસાયટીમાં બાળકના માતા પિતા રહે છે.
રાજકોટઃ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્યજી દેવાયેલું તાજું જન્મેલ બાળક મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. બાળકને ઝૂંપડપટ્ટી વિસ્તાર પાછળ નાખી પરિવારજનો નીકળી ગયા હતા. તાલુકા પોલીસે બાળકના પરિવારને શોધી કાઢ્યા છે. બાળક શા માટે ફેંકી દેવામાં આવ્યું તેને લઈને તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
એક પરિવારે તાજું જન્મેલ બાળકને રસ્તા પર ફેંકી દીધા બાદ તાલુકા પોલીસે બાળકના પરિવારને શોધી કાઢ્યા છે. તાલુકા પોલીસે ત્રણ અલગ અલગ ટીમ બનાવી બાળકના માતા પિતાને શોધી કાઢ્યા છે. પતિ અને પત્નીના ઝઘડામાં બાળકને તરછોડ્યું હતું. રાજકોટના પુનિતના ટાકા પાસે સોસાયટીમાં બાળકના માતા પિતા રહે છે.
Surat : યુવકે સાળી સાથે વારંવાર શરીરસુખ માણીને બનાવી દીધી ગર્ભવતી ને પછી તો.....
સુરતઃ શહેરના ભેસ્તાનમાં નવજાત બાળકીને ત્યજી દેવાનો ભેદ પાંડેસરા પોલીસે ઉકેલી નાંખ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે કેસ ઉકેલી નાંખ્યો છે. પાંડેસરામાં આડા સંબંધમાં બાળકીનો જન્મ થતાં કચરામાં ફેંકી દેવાઈ હતી. નિષ્ઠુર માતાની પણ ઓળખ થઈ છે. સાળી ગર્ભવતી થતાં બનેવી તેને બિહારથી લાવી સચિન GIDCમાં રહેતો હતો.
પાંડેસરામાં નવજાત બાળકીને જન્મ આપી પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દીધી હતી. સીસીટીવીના આધારે બાઇક નંબર મેળવી આરોપીઓ સુધી પહોંચી પાંડેસરા પોલીસે ગુનો ઉકેલી નાખ્યો છે. જન્મ આપનારી માતાના સગા બનેવી સાથે અનૈતિક સંબંધ હતા. બિહાર ખાતે રહેતા 21 વર્ષીય રજનીશને સાળી સાથે આડા સંબધથી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી.
આડાસંબંધોની પોલ ખૂલી ન જાય તે માટે સાળીને બિહારથી સુરત લાવી સચીન જીઆઈડીસીમાં એક મિત્રને ત્યાં સાળી સાથે રહેતો હતો. સાળીની ડિલિવરી કરાવવા માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો. જો કે ત્યાં સાળીને પરિવારની ડિટેઇલ્સો પૂછાતા બન્ને ત્યાંથી નીકળી ગયા હતા. પછી સાળીની રસ્તામાં ડિલિવરી થઈ અને બાળકીને જન્મ આપ્યો હતો. આ પછી યુવકે બાળકીને પ્લાસ્ટીકની થેલીમાં નાંખી પાંડેસરામાં કચરાના ઢગલામાં મુકી દીધો હતો. પહેલા સાળીએ મેડિકલ તપાસ માટે ન પાડી હતી પણ આખરે ભાંડો ફુટી ગયો હતો.