RAJKOT : લારી પર ધમાલ અને મારામારી કરનાર પોલીસકર્મીની જિલ્લા બહાર બદલી
Rajkot News : આવા પોલીસકર્મીમને કારણે રાજકોટ પોલીસની છબી ખરડાઈ હતી, જે બદલ તેની સામે કડક પગલાં લેવામાં આવ્યા છે.
Rajkot : રાજકોટમાં ઈંડાની લારી પર ધમાલ અને મારામારી કરનાર પોલીસકર્મીની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યાં છે. રાજકોટમાં ઈંડાની લારી પર પૈસા ન આપી મફતમાં ઈંડા ખાઈ જઈ અને લારી માલિક દ્વારા પૈસા માંગતા પોલીસકર્મી ધમભા ઝાલાએ ધમાલ તેમજ મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના બાદ લારી માલિકો અને લોકોમાં રોષ ફેલાયો હતો. આવા પોલીસકર્મીમને કારણે રાજકોટ પોલીસની છબી ખરડાઈ હતી, જે બદલ તેની સામે કડક પગલાં લેવામાં આવ્યા છે.
જિલ્લા બહાર બદલી કરવામાં આવી
આ પ્રકરણમાં જેમના પર આરોપ હતો એ પોલીસકર્મી ધમભા ઝાલાની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. પોલીસકર્મી ધમભા ઝાલાની પહેલા ક્રાઇમ બ્રાન્ચમાંથી એરપોર્ટ પોલીસ સ્ટેશન અને ત્યાંથી દેવભૂમિ દ્વારકા બદલી કરવામાં આવી છે. આ પ્રકરણ ની તપાસ DCP ક્રાઇમ બ્રાન્ચ ડૉ પાર્થરાજ સિંહ ગોહિલને તપાસ સોપાઇ છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના શિસ્તરૂપી કડક પગલાંથી પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.
રાજકોટ કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ
2022ની ચૂંટણી પહેલા રાજકોટ ગ્રામ્યની સીટ પર ભાજપે ખેલ પાડ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના અનેક આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે. રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંજય ખુંટ અને લોધિકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ પણ ભાજપનો કેસ પહેર્યો છે. લોધિકા તાલુકા પંચાયતના ત્રણ સભ્યો સહિત 150 જેટલા કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા.
લોધિકા તાલુકા પંચાયતના સભ્યો હિતેશ ખૂંટ, બોદુ કેસરિયા,મિલન દાફડા ભાજપમાં પ્રવેશ કર્યો છે. લોધિકા તાલુકાના અલગ અલગ પાંચ ગ્રામ પંચાયતના સરપંચો પણ ભાજપમાં જોડાયા. સંજય ખુંટ અને મયુરસિંહ જાડેજા છેલ્લા દસ દિવસથી ભાજપમાં પ્રવેશ માટે તૈયારી કરી રહ્યા હતા. રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા પણ ભાજપમાં જોડાયા છે. નરેન્દ્રસિંહ સહકારી ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. સૌરાષ્ટ્ર ભાજપના પ્રભારી વિનોદ ચાવડા અને રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીની હાજરીમાં ખેસ પહેર્યો.