Rajkot : સગીરાને હવસખોરે મોઢે ડૂચો મારી પરાણે ગુજાર્યો બળાત્કાર, દાદી આવી ગઈ ને....
કોટડા સાંગાણી અને ગોંડલ પંથકમાં થયેલી આ ઘટનામાં પોલીસે દુષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બંને કિસ્સાઓમાં છોકરીઓ 10-11 વર્ષની છે.
રાજકોટઃ જિલ્લામાં બે-બે બાળકીઓ પર બળાત્કારની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. કોટડા સાંગાણી અને ગોંડલ પંથકમાં થયેલી આ ઘટનામાં પોલીસે દુષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બંને કિસ્સાઓમાં છોકરીઓ 10-11 વર્ષની છે.
કોટાડાસાંગાણી પંથકમાં પરિવાર ઘરે નહોતો ત્યારે ઓરડીમાં એકલી રહેલી ૧૦ વર્ષની બાળકીને પડવલામા રહેતા યુવકે હવસનો શિકાર બનાવી હતી. આ અંગે પરિવારને જાણ થતાં તેમણે શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો છે. આરોપી પીડિતાનો કૌટુંબિક કાકો થાય છે.
અન્ય કિસ્સામાં, ગોંડલ પંથકની 11 વર્ષની સગીરા વાડીએથી ખાંડ લેવા માટે ગામમાં જઈ રહી હતી. આ સમયે હવસખોરે તેને આંતરી હતી તેમજ બાવડું પકડી, નજીકની બાવળની કાંટાળી ઝાળમાં લઈ જઈ, મોઢા ઉપર ડુંચો દઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલુ જ નહી આ વાત કોઈને કઈશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.
બીજી તરફ પૌત્રી પરત ન આવતાં દાદી તેને શોધવા નીખલી હતી. દરમિયાન મંદિર પાસે અવાવરું જગ્યાએથી અવાજ આવતો હતો. જ્યાં તપાસ કરતાં હવસખોર પૌત્રી સાથે નગ્ન હાલતમાં હતો. જેથી તેમણે દેકારો કરી મૂકતા હવસખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પૌત્રી તેમને ભેટીને રડવા લાગી હતી. તેમજ તેણે પોતાની સાથે થયેલી આપવીતી જણાવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Vadodara : 'તમે મને છોકરીના જે ફોટા મોકલ્યા બદનામ કરવા એ તમારી................માટે મોકલ્યા ?', ઓડિયો ક્લિપ વાયરલ
વડોદરાઃ હરીયાણાની યુવતી પર દુષ્કર્મના મામલામાં નવો વળાંક આવ્યો છે. દુષ્કર્મ કેસમાં બદનામ કરી બુટલેગર અલ્પુ સિધીનું પૈસા પડાવવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ આરોપી અશોક જૈન દ્વારા કરવામાં આવ્યો છે. યુવતીના મિત્ર અલ્પુ સિધીની ઓડીયો ક્લિપ વાયરલ થઈ છે. અલ્પુ સિંધી આરોપી અશોક જૈનને ફોન કરી ધમકી આપી રહ્યો છે. અન્ય એક ઓડીયોમાં અજાણ્યો ઈસમ વિડયો વાયરલ કરી દેવાની ધમકી આપી રહ્યો છે. મયંકભાઈ સાથે વાત કરી લેજો નહી તો વિડિયો વાયરલ કરી દઈ તેવી ધમકી આપી હતી.
ઓડિયો ક્લિપમાં અલ્પુ અશોક જૈનને કહેતો સંભળાય છે કે, તેમણે યુવતીની અશ્લીલ તસવીરો તેને મોબાઇલ પર મોકલી હતી. જોકે, અશોક જૈન પોતે આવી કોઈ તસવીરો ન મોકલી હોવાનું અને આવું કંઇ કર્યું ન હોવાનું કહેતા સાંભળી શકાય છે. આ સમયે અલ્પુ તેમની સાથે ગાળાગાળી કરી રહ્યો છે અને યુવતી પાસે પણ આ ફોટા હોવાનું કહેતો સંભળાય છે. તેમજ યુવતી ફરિયાદ કરવા માંગે છે, તેમ પણ કહી રહ્યો છે.
શહેરના હાઈ પ્રોફાઈલ બળાત્કારના કેસનો મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બળાત્કારના કેસમાં આરોપી અશોક જૈને ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી, પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર અને ગોત્રી પીઆઇને અરજી કરી અરજીમાં આરોપીએ બદનામ કરી પૈસા પડાવવા બુટલેગર અલ્પુ સિંધીનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે. બુટલેગર અલ્પુ સિંધીએ યુવતીને મારી હોવાનો પણ અરજીમાં આરોપ લગાવ્યો છે. અલ્પુ સિંધી યુવતીને ખોટી ફરિયાદ કરવા દબાણ કરે છે. યુવતીના ખાતામાં 41 લાખની શંકાસ્પદ એન્ટ્રી પણ મળી આવી છે.
વડોદરાના સી.એ.ને ત્યાં નોકરી કરતી હરિયાણાની 24 વર્ષની યુવતીએ પોતાના બોસ એવા સી.એ. અને તેના ક્લાયન્ટે પોતાના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, સી.એ. અશોક જૈને તેને ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો અને પછી ફ્લેટ પર આવીને પરાણે શરીર સંબંધ બાંધ્યો હતો. તેણે મારા પર બળાત્કાર ગુજાર્યો એ પછી મારા ન્યૂડ ફોટા વાયરલ કરતાં મને શંકા ગઇ હતી. મેં મારા રૂમ ચેક કરતાં એ.સી.ના પ્લગ પાસે એક સ્પાય કેમેરો મળી આવ્યો હતો અને આ કેમેરો મેં કાઢી લીધો હતો.
વડોદરામાં રેસકોર્સ વિસ્તારમાં ઓફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પોતાની ઓફિસમાં કામ કરતી હરિયાણાની 24 વર્ષની યુવતી સાથે પરાણે શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે સી.એ.ના ક્લાયન્ટ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ પણ યુવતીને ફ્લેટ પર આવીને તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા.
પીડિતાએ રાજુ ભટ્ટ નામના ક્લાયન્ટ સામે પણ ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યા છે. તેણે કઇ રીતે બળાત્કાર ગુજાર્યો તેની પણ કેફિયત વર્ણવી છે. પીડિતાએ કહ્યું છે કે,મારા બોસ અશોક જૈને મારા પર બળાત્કાર ગુજાર્યો પછી જતાં જતાં ક્લાયન્ટ રાજુ ભટ્ટને ખુશ કરવાનું કહીને ગયા હતા.
બીજા દિવસે મારા ફ્લેટમાં રાજુ ભટ્ટ આવ્યા હતા. રાજુ ભટ્ટે મને ચા-પાણી મળશે ? તેમ પૂછતાં મેં ના પાડી હતી. તેણે મને પકડી લીધી હતી અને કહ્યું હતું કે, બોલ હા કે ના ? મેં ના પાડી હતી.રાજુ ભટ્ટે ધક્કો મારી મને બેડરૂમમાં ધકેલી હત. તે વખતે મેં ભાગવાનો પ્રયાસ કરતાં તેમણે મારા પર ટીવી ફેંક્યું હતું જેથી મને પગે ઇજા થઇ હતી. ત્યારબાદ તેમણે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે મને પકડી રાખી કહ્યું હતું કે, તું કાંઇ કરીશ તો મેં રેકોર્ડિંગ કર્યું છે તે વાયરલ કરીને બદનામ કરી દઇશ.