Rajkot : પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતાં યુવકે કરી લીધો આપઘાત, નાના એવા ગામમાં ફરી વળ્યું શોકનું મોજું
લીલી સાજડિયાણી ગામમાં યુવાને આપઘાત કરી લેતાં નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નિકુંજ મકવાણા નામના યુવકે આપઘાત કર્યો છે. પોલીસ ભરતી પ્રક્રિયામાં દોડમાં નાપાસ થતા યુવકે આપઘાત કર્યો હતો.
રાજકોટઃ ગુજરાતમાં યોજાઇ રહેલી પોલીસ ભરતીમાં આ વખતે લાખો ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે. ત્યારે અત્યારે પોલીસ ભરતી પ્રક્રિયા માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. એવામાં રાજકોટથી ભરતી માટે મહેનત કરી રહેલા યુવાને પરીક્ષામાં નાપાસ થતાં આપઘાત કરી લીધો છે.
લીલી સાજડિયાણી ગામમાં યુવાને આપઘાત કરી લેતાં નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નિકુંજ મકવાણા નામના યુવકે આપઘાત કર્યો છે. પોલીસ ભરતી પ્રક્રિયામાં દોડમાં નાપાસ થતા યુવકે આપઘાત કર્યો હતો. ગઇ કાલે ઝેરી દવા પીધી હતી. સારવાર દરમિયાન મોત થયું છે.
ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો દારૂબંધી હટાવીને દારૂ પીવાની છૂટ અપાશે, ક્યા ટોચના નેતાએ આપ્યો સંકેત
ઓગણજઃ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ દારુબંધીને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સરસ મજાની આહ્લાદક ઠંડીમાં જમવાની વ્યવસ્થા કરી છે, પરંતુ બીજું તો કંઈ જ થઈ નહીં શકે. તેમના આ નિવેદનથી હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યુ ંહતું કે, અહીં પાબંદી છે એટલે. યુગ પરિવર્તનની સાથે કદાચ ગુજરાતની પ્રજા જ્યારે આવું કંઇ ઇચ્છશે ત્યારે ગુજરાતની પ્રજાને એવો મોકો પણ મળશે, તે ભવિષ્યની માન્યતા મને લાગે છે.
ભરતસિંહ કહ્યું કે, પરિવર્તનની સાથે ગુજરાતની પ્રજા જો ઇચ્છશે તો આવો મોકો મળશે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કેટલી બંધી છે તે તો સૌ કોઈ જાણે છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગેરકાયદે રીતે જોઇએ તેટલો દારૂ મળે છે. સ્વાભાવિક રીતે લોકચર્ચામાં વાત છે. સરકારના ઓથા નીચે જ એમના મળતિયા અને બુટલેગરો દારૂ વેચે છે અને આર્થિક લાભ મેળવે છે. આ પૈસા સરકારમાં જમા થાય તો સરકારને ટેક્સની આવક થાય.
ભરતસિં પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને યાદ કરતાં કહ્યું કે, તેઓ કહેતા કે ધનાઢ્ય લોકો દારૂ પીવે તો ચાલે પરંતુ સામાન્ય માણસ દારૂ ન પી શકે. ગુજરાતની મહિલાઓ નિર્ણય કરે તો દારૂબંધી હટાવી શકાય તેમ છે. દારૂબંધી અંગે સાત કરોડ ગુજરાતીઓમાં મારા એકલાનો મત નિર્ણાયક નથી.