શોધખોળ કરો

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું B.Comનું પેપર ફૂટ્યું હોવાનો આપ પાર્ટીનો આક્ષેપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ સેમિસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર લીક થયાનો સનસનીખેજ આરોપ આમ આદમી પાર્ટીએ લગાવ્યો છે. અર્થશાસ્ત્રના પેપરનો સમય સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો હતો.

રાજકોટ:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ સેમિસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર લીક થયાનો સનસનીખેજ આરોપ આમ આદમી પાર્ટીએ લગાવ્યો છે. અર્થશાસ્ત્રના પેપરનો સમય સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો હતો. પરંતુ પેપર સવારે 9 વાગ્ય 11 મિનિટે જ વોટ્સએપ પર વાયરલ થયાનો દાવો આમ આદમી પાર્ટીએ કર્યો છે. આ અંગે આમ આદમી પાર્ટીએ કુલપતિને આવેદન પત્ર આપ્યુ હતું જે બાદ કુલપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી. એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક ઈંટરવ્યૂમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ માન્યુ કે વાયરલ થયેલુ પેપર જ પરીક્ષામાં પૂછાયું હતુ. જો કે પેપર રદ્દ કરવું કે નહીં તેનો નિર્ણય પોલીસ તપાસ બાદ જ લેવાશે.

રાજ્યમાં આ પહેલા હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતુ જેના લઈ રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા અસિત વોરાને હટાવવા માંગ કરવામાં આવી રહી છે. 

હેડ ક્લાર્ક પેપર લીક મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ વધુ તેજ બની છે.  અસિત વોરાના રાજીનામાની પરીક્ષાર્થીઓ બાદ રાજકીય પક્ષોએ પણ તેમના રાજીનામાની માંગ કરી છે. તે સિવાય અસિત વોરાનું રાજીનામુ લેવા માટે સોશલ મીડિયામાં પણ માંગ ઉઠી છે. સોશલ મીડિયામાં અસિત વોરા સામે વોર શરૂ થયું છે. સોશિયલ મીડિયા પર #Resign_AsitVora ટ્રેંડ શરૂ થયો હતો.

abp અસ્મિતા સાથેની વાતચીતમાં અસિત વોરાએ રાજીનામું ન આપવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે બધુ જ બરાબર છે અને હું મારી ઓફિસમાં કામ કરતો રહીશ. મને કોઈ પ્રકારની સમસ્યા નથી.

અમદાવાદમાં થર્ટી ફસ્ટની રાત્રે ફટાકડા ફોડતાં પહેલાં આ વાતનું રાખજો ધ્યાન નહિતર થઈ જશો જેલભેગા

નવા વર્ષની ઉજવણી આવી રહી છે. આ વર્ષે પણ લોકો કરફ્યૂ વચ્ચે નવુ વર્ષ અને ક્રિસમસ ઉજવશે. આવામાં અમદાવાદ શહેર પોલીસ (ahmedabad police)  દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.  જે મુજબ ક્રિસમસની ઉજવણી માટે પોલીસ કમિશનરે રાતે 11.55 વાગ્યાથી 12.30 વાગ્યા સુધીની જ મંજૂરી આપી છે. આ 35 મિનિટની મંજૂરી 25 અને 31 ડિસેમ્બર એમ 2 દિવસ પૂરતી છે. આ સિવાયના સમયમાં જે વ્યક્તિ ફટાકડા ફોડશે તેની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરાશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડયું છે. દિવાળીની માફક જ નવા વર્ષની ઉજવણીમાં પણ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં ફટાકડા ફોડવા, વેચાણ અને ઉત્પાદન માટે નિયમો મૂકાયા છે. ક્રિસમસની રાત્રે 11.55થી 12.30 વાગ્યા સુધી જ આતશબાજી કરી શકાશે. 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરે રાત્રે 11-55થી 12-30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે.

જાહેરનામામાં સ્પષ્ટ કર્યું છે કે, સિરીઝમાં જોડાયેલા, વધુ પ્રદૂષણ કે અવાજ કરતા ફટાકડા ફોડી શકાશે નહીં. આ ઉપરાંત વિદેશી ફટાકડા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આ સિવાય હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલય, ધાર્મિક સ્થળથી 100 મીટરની ત્રિજ્યાનો વિસ્તાર સાઈલન્ટ જોન હોવાને કારણે ત્યાં પણ ફટાકડા ફોડી શકાશે નહીં.

આ હુકમ અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશનરરેટ વિસ્તારમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ અધિકારિશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-૧૮૮ અને અન્ય કાનુની જોગવાઈઓ સહિત જી.પી. એક્ટની કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget