(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: ભાજપના નેતાએ PGVCLના કર્મચારીને મારી દીધા ફડાકા, જાણો શું છે સમગ્ર ઘટના?
જિલ્લાના પડધરીના મોવિયા ગામે ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાએ પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર પર હુમલો કર્યો હતો. એન્જિનિયરને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
રાજકોટઃ જિલ્લાના પડધરીના મોવિયા ગામે ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાએ પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર પર હુમલો કર્યો હતો. એન્જિનિયરને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. વીજ ચેકિંગ દરમિયાન પીજીવીસીએલના એન્જિનિયરને ભાજપના આગેવાને ફડાકા માર્યા. પીજીવીસીએલના એન્જીનીયર પુરોહિત પર હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.
એન્જિનિયરને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા છે. ધીરુભાઈના પ્લાન્ટ અને ઘરમાં ચેકીંગ દરમિયાન હુમલો કર્યો. ખુદ ભાજપના આગેવાન ધીરુભાઇ તળપદાએ ડેપ્યુટી એન્જિનિયર પર કર્યો હુમલો.
ભાજપના ગઢ રાજકોટમાં અરવિંદ કેજરીવાલ આજે ગજવશે સભા, તડામાર તૈયારીઓ શરૂ
રાજકોટઃ ભાજપના ગઢ રાજકોટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સભા ગજવશે. આપના કાર્યકરો અને આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાંથી આપના અગ્રણી અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. આજે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રના રાજકીય પાટનગર રાજકોટ આવશે. દિલ્હી એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પર 02:30 કલાકે કેજરીવાલ પહોંચશે. આપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે.
એરપોર્ટથી હોટેલ ઇમ્પીરીયલ ખાતે અરવિંદ કેજરીવાલ પહોંચશે. ઇમ્પિરિયલ હોટેલમાં વેપારીઓ અને અગ્રણીઓ સાથે બેઠક કરશે. 5:00 પત્રકાર પરિષદ સંબોધશે. 6 થી 6:30 વાગ્યે શહેરના શાસ્ત્રી મેદાન ખાતે સભા સંબોધશે. સભા પૂર્ણ થયા બાદ હોટેલ ઇમ્પીરીયલ ખાતે ફરી આવશે. રાત્રી રોકાણ રાજકોટમાં કર્યા બાદ 12 તારીખે સવારે રાજકોટ એરપોર્ટ થી ફરી દિલ્હી જવા રવાના થશે.
અમદાવાદના NID કેમ્પસમાં કોરોનાના કુલ 37 કેસ નોંધાતા તંત્ર એલર્ટ, જાણો સંપૂર્ણ વિગત
અમદાવાદઃ કોરોનાની ત્રીજી લહેર બાદ ફરીથી અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધ્યા છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદી પ્રમાણે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા NID (નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન) કેમ્પસમાં મોટા પ્રમાણમાં એક સાથે કોરોના કેસ નોંધાતા કેમ્પસના બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આ સાથે એનઆઇડીમાં કોરોનાના કુલ કેસ 37એ પહોંચી ગયા છે. ગઈ કાલે પણ 11 વિદ્યાર્થીઓ અને બે સ્ટાફને કોરોના પોઝિટીવ આવ્યો હતો. આમ, કુલ 35 વિદ્યાર્થી અને બે સ્ટાફ મળી કુલ 37 લોકો સંક્રમિત છે. NIDમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરાયું છે.
પાલડીમાં આવેલા NID કેમ્પસમાં પહેલા દિવસે થયેલા કોરોના ટેસ્ટિંગમાં 24 કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા. આ પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. NID કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓમાં સંક્રમણના ફેલાય તે માટે શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે. આ સાથે બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે અને 178 વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે હવે અચાનક કોરોના વિસ્ફોટ થતાં તંત્ર દોડતું થયું છે અને પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ પણ કરવામાં આવી રહી છે.