શોધખોળ કરો

Rajkot: ભાજપ નેતાના પુત્રનું કાર અકસ્માતમાં મોત, અમદાવાદ મિત્ર સાથે ખરીદવા ગયો હતો કાર

Rajkot News: કારમાં બેઠેલા જીગ્નેશ નામનો યુવક કારમાંથી બહાર નીકળ્યો હતો પણ વિમલનુ ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું હતું.

Rajkot News: રાજકોટ ભાજપના અગ્રણી નેતાના પુત્રનું કાર અકસ્માતમાં મોત થયું છે. લીંબડી નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં વોર્ડ નંબર 6ના પ્રભારી રમેશભાઈ પરમારના પુત્ર વિમલનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. તે  કાર ખરીદવા મિત્ર સાથે અમદાવાદ ગયો હતો. અમદાવાદથી પરત ફરતી વખતે કાર રસ્તા પરથી નાળામાં ખાબકી હતી. કારમાં બેઠેલા જીગ્નેશ નામનો યુવક કારમાંથી બહાર નીકળ્યો હતો પણ વિમલનુ ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું હતું.

પત્નીના પૂર્વ પ્રેમી દ્વારા છરીના આડેધડ ઘા ઝીંકી યુવકની હત્યા

રાજકોટમાં દિન-પ્રતિદિન છડેચોક મારામારી અને હુમલાના બનાવો વધતા જાય છે. ગોકુલધામ આવાસ યોજનામાં રહેતા કિશન ડોડીયા (ઉ.વ.23) ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ મૃતકનાં પત્ની રાધિકાબેને માલવિયાનગર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે મારા પતિ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 6 વર્ષ પહેલાં  તેની સાથે પ્રેમલગ્ન કર્યા બાદ સંતાનમાં પાંચ વર્ષનો દિકરો કેવીન છે. રાત્રે 12 વાગ્યે હું મારા ઘરે હતી ત્યારે મારા પતિ ઘેર નહીં આવતા તેને ફોન કર્યો હતો તે સમયે તેઓએ હમણાં ઘેર આવું છું કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યાર બાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો. થોડી વાર બાદ ઘર પાસે રિક્ષા આવી હતી તેમાં મારા પતિ કિશન લોહીલુહાણ હાલતમાં જોવા મળતા આ ઘટના કેવી રીતે બની ? તે પૂછતા તેઓએ ગોકુલધામ સોસાયટીના ગેઈટ પાસે આવેલી વાડીનાર ચા ની હોટલ પાસે હતો ત્યારે હિરેન પરમાર અને તેના સાગરિતોએ છરીના આડેધડ ઘા ઝીંકી દેતા હું પડી ગયો હતો તેમ જણાવી દેકારો કરતા હુમલાખોરો નાસી ગયા હતા. બાદમાં હું ત્યાં હાજર અજય ઉર્ફે ગજનીની રિક્ષામાં અહીં આવ્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેઓને સારવાર માટે દોશી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી સરકારી હોસ્પિટલે જવાની સલાહ આપવામાં આવતા ત્યાં લઈ ગયા હતા. જયાં સારવાર દરમિયાન વહેલી સવારે મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.  માલવિયાનગર પોલીસ મથકના ઈલાબેન સાવલિયા સહિત અન્ય સ્ટાફે આ હૂમલાના બનાવમાં એક શખ્સને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી.

ગુજરાતમાં અચાનક કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, અમદાવાદમાં નોંધાયા 13 કેસ

રાજ્યમાં એક તરફ અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે તો બીજી તરફ કોરોનાના કેસમાં અચાનક વધારો થતા ફફડાટ ફેલાયો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. આજે 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 13 કેસ, રાજકોટમાં 2 કેસ, ભાવનગર, રાજકોટ શહેર, સુરત અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. આમ અચાનક કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.

કોરોના વાયરસે ફરી એકવાર ચિંતા વધારી છે. હોળીનો તહેવાર 8 ફેબ્રુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવનાર છે. આ પહેલા જ ફરી એકવાર દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ગણા વધુ કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં 324 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 22 ફેબ્રુઆરીએ 95 કેસ નોંધાયા હતા. ત્યારબાદ કેસ સતત વધી રહ્યા છે. જ્યારે ગત શુક્રવારે દૈનિક નોંધાયેલ આંકડો 300 હતો, જે આજે 324 પર પહોંચી ગયો છે. આ નોંધાયેલા નવા કેસ બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2 હજાર 791 થઈ ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Embed widget