શોધખોળ કરો
Advertisement
રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરૂડી ટોલનાકા પર મારામારી, વીડિયો વાયરલ
રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરુડી ટોલનાકા પર મારામારી કરવામાં આવી હતી. ભરુડી ટોલનાકા ખાતે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે.
રાજકોટ: રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરુડી ટોલનાકા પર મારામારી કરવામાં આવી હતી. ભરુડી ટોલનાકા ખાતે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કાર ચાલક ટોલબૂથના કર્મચારી સાથે મારામારી કરે છે.
મળતી માહિતી પ્રમાણે ટોલનાકા ખાતે ટોલ ભરવા મુદ્દે કાર ચાલક અને ટોલબૂથના કર્મચારી વચ્ચે બબાલ થઈ હતી. જે બાદમાં કાર ચાલકે ટોલબૂથના કર્મચારીને માર માર્યો હતો. આ મામલે ટોલનાકા સંચાલકોએ ગોંડલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. ટોલબૂથના કર્મચારીને માર મારનાર કાર ચાલકનું નામ પ્રહલાદસિંહ ચુડાસમા છે. પ્રહલાદસિંહ ચુડાસમાએ ટોલબૂથના મોહન રાઠવા નામના કર્મચારીને માર મારીને ધમકી આપી હતી.
એક કાર ચાલક ટોકનાકા ખાતે ઊભો રહે છે. જે બાદમાં તે ટોલબૂથના કર્મચારી સાથે બોલાચાલી કરે છે. જે બાદમાં કાર ચાલક નીચે ઉતરે છે અને ટોલકર્મી જે કેબિનમાં બેઠો હોય છે તેમાં પ્રવેશ કરે છે. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થાય છે. કાર ચાલક ટોલકર્મીના માથાના વાળ પકડીને તેને માર મારે છે. તેને લાતો પણ મારે છે. બૂથકર્મીના ગાલ પર તમાચા પણ મારે છે. આ દરમિયાન અન્ય બૂથમાં બેઠેલા લોકો પણ બહાર દોડી આવે છે. અંતે લોકો એકઠા થઈ જતાં કર્મચારીને છોડાવ્યો હતો.
આ પહેલા પણ અનેકવાર ભરૂડી ટોલનાકા પર માથાકુટો થયેલી છે. આ ટોલનાકા ખાતે ટોલ મુદ્દે અવારનવાર તકરાર થતી રહે છે. આ કારણે જ અહીં અનેક વખત ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement