(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: રાજકોટમાં રખડતા ઢોરે યુવતીને અડફેટે લેતા ઢોર માલિક સામે ફરિયાદ
રાજકોટમાં રખડતા ઢોરે યુવતીને અડફેટે લેતા ઢોર માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે
રાજકોટમાં રખડતા ઢોરે યુવતીને અડફેટે લેતા ઢોર માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટના ગાંધીગ્રામમાં આવેલા વેલનાથ ચોક પાસે એક્ટિવા ચાલક યુવતીને ઢોરે અડફેટે લીધી હતી. આ ઘટનાના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ હતી. સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર દોડતા એક સાંઢે એક્ટિવા પર જતી યુવતીને ટક્કર મારી હતી. સાંઢની અડફેટે યુવતીને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેથી જીજ્ઞાબેન મકવાણા નામની યુવતીએ ઢોર માલિક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
Rajkot: લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ સચિન મણિયારનું હાર્ટ એટેકથી મોત, 24 કલાકમાં બીજી ઘટના
Rajkot: રાજકોટમાં વધુ એક યુવાનનું હૃદય રોગના કારણે નિધન થયું છે. 24 કલાકમાં આ બીજી ઘટના છે. જીવનદીપ સોસાયટીમાં રહેતા લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ સચિન મણિયારનું હાર્ટએટેકથી નિધન થયું છે. વહેલી સવારે હૃદય રોગનો હુમલો આવતા તેમનું નિધન થયું છે. સચિન મણિયારના નિધનના સમાચારથી શોકનો માહોલ છવાઈ ગયો છે.
લગ્નમાં દાંડિયારાસ રમ્યા બાદ યુવકનું હાર્ટએટેકથી મોત
રાજ્યમાં યુવાનોમાં હાર્ટએટેકથી મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટમાં ગઈકાલે હાર્ટએટેકથી અમિત વસંતભાઈ ચૌહાણ નામના 36 વર્ષના યુવાનનું મોત થયું છે. દાંડિયારાસ રમ્યા બાદ યુવાનનું મોત થયાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો હતો. મૃતક યુવક રાજકોટના મવડીની શ્રીનાથજી સોસાયટીમાં રહેતો હતો. કારખાનેદાર યુવાન અમિત વસંતભાઈ ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્નમાં ગયા હતા. દાંડીયારાસ પૂર્ણ કરી ઘરે આવતા હાર્ટ એટેક આવતાં મૃત્યુ પામ્યા હતા. સોની કામમાં ડાય બનાવવાનું કારખાનું ધરાવતા અમિતભાઈનું અચાનક મૃત્યુ થતા પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.
મોરબીમાં હાર્ટએટેકથી કોમ્પ્યુટર ઓપરેટરનું મોત
તાજેતરમાં મોરબીના વાંકાનેરના યુવાનને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. મૃતકનું નામ નરપતભાઈ કેશુભાઈ ઉભડીયા (ઉ.૩૦) હતું. તેઓ મોરબીથી ઇકોકારમાં વાંકાનેર આવતા હતા ત્યારે વઘાસીયા ટોલનાકા પાસે તબિયત લથડી હતી. જે બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોત થયું હતું. મૃતક યુવાન મિત્ર સાથે ઇકોકાર લઈને મોરબી પાર્સલ લેવા આવ્યો હતો અને ત્યાંથી પરત ફરતા સમયે બનાવ બન્યો હતો. મૃતક ખાનગી શાળામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હોવાની પોલીસ પાસેથી માહિતી મળી છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેકનં પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં ક્રિકેટ કે અન્ય રમત રમતી વખતે આવેલા હાર્ટ એટેકથી આઠથી દસ લોકોના મોત થયા છે. પાટણમાં હાર્ટ એટેકથી એસટી ડ્રાઇવરનું નિધન થયું હતું. રાધનપુર એસટી કર્મીને ચાલુ ફરજ દરમિયાન હાર્ટએટેક આવતાં મોત થયું હતું. રાધનપુર-સોમનાથ એસટી ડ્રાઇવર ભારમલભાઈ આહીરનું મોત થતાં સાથી કર્મચારીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સોમનાથથી રાધનપુર પરત ફરતા ડેપો નજીક પહોંચતા ડ્રાઇવરની તબિયત લથડી હતી. છાતીમાં દુખાવો થતા ડ્રાઇવર દ્વારા મુસાફર ભરેલી એસટી બસ સલામત ડેપોમાં પાર્ક કર્યા બાદ મોત થયું હતું. ડ્રાઇવરને છાતીમાં દુખાવો ઉપડતા રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું