શોધખોળ કરો

Game zone Fire: હૃદયને વલોવી દેતી ગેમઝોન આગની ઘટના, આ વાક્ય બોલી ગાયત્રી બા રડી પડ્યાં, જુઓ વીડિયો

ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે રાજકોટ કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગાયત્રી બા આટલું બોલી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં

Game zone Fire:કાળજુ કંપાવી દેતી રાજકોટ ટીઆરપી (rajkot TRP Game zone)   ગેમઝોન આગની ઘટનાને લઇને લોકોમાં ભારે આક્રોશ છે. આજે રાજકોટ કોંગ્રેસે આ મામેલ વિરોધ પ્રદર્શન કરીને દોષિતને સજા આપવા  માંગ કરી હતી.

રાજકોટ ગેમ ઝોનમાં (rajkot TRP Game zone) બનેલી આગની ઘટનાએ 28 લોકોના જીવ લીધા. આ ઘટનાને લઇને સમગ્ર રાજ્યમાં આક્રોશ અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદન છે. રાજકોટ કોંગ્રેસે પણ આ દુર્ઘટનાનો આકરા શબ્દોમાં વિરોધ કર્યો છે. આ ઘટનાના પગલે રાજકોટ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોગ્રેસ નેતાઓએ કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સમયે હૈયું કંપાવી દેતી ઘટનાને લઇને કોંગ્રેસ નેતા ગાયત્રી બા ભાવુક થયા હતા અને ધ્રુસકે ધ્રુસકે ચોધાર આસુંએ રહી પડ્યાં હતા.  રડતા રડતા ગાયત્રીબા વાઘેલાએ કહ્યું, આવી ઘટના ક્યારેય ન બને. માસૂમોના મૃત્યુ થયા તો તટસ્થ તપાસ કેમ નહીં?

રાજકોટ અગ્નિકાંડ મામલે  વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.  જે જગ્યાએ ટીઆરપી ગેઇમ ઝોન તૈયાર થયું તે જમીન ભાડે આપનાર કિરીટસિંહ જાડેજાની પણ  ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં  પાંચ આરોપીની  ધરપકડ થઈ ચૂકી છે. યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને નીતિન જૈન, ધવલ ઠક્કરની   ધરપકડ થઇ ચૂકી છે.

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં SITની બેઠક યોજાઇ હતી

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં SITની બેઠક યોજાઇ હતી. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ એસઆઇટીના વડા સુભાષ ત્રિવેદીએ આગા  એક્શન પ્લાન વિશે માહિતી આપી હતી. આગામી સમયમાં ક્યાં અધિકારીની પૂછપરછ થશે અને તપાસ કઇ દિશામાં કરાશે તે અંગે સુભાષ ત્રિવેદીએ માહિતી આપી હતી.

કઇ દિશામાં થશે તપાસ

સીઆઇડી ક્રાઇમના પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીએ બેઠક બાદ આગામી તપાસ અંગે વાત કરતા કહ્યું કે, રાજકોટ અગ્નિકાંડ મામલે હવે તમામ IAS, IPS અધિકારીઓની  પૂછપરછ કરવામા આવશે. કલેક્ટર, મનપા કમિશનરોની પણ  પૂછપરછ થશે. 2021થી 2024 દરમિયાનના સેવા બજાવનાર તમામ પોલીસ કમિશનરોની પણ  પૂછપરછ થશે.

બેઠક બાદ સીઆઇડી ક્રાઇમના પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીએ જણાવ્યાં અનુસાર આજે SITની ટીમના તપાસ રિપોર્ટની સમીક્ષા કરાઈ હતી.  બેઠક બાદ સુભા, ત્રિવેદીએ કહ્યું કે, “24 કલાક રાત દિવસ તપાસ માટે  કાર્યવાહી થઇ રહી છે. RMC, ફાયર, પોલીસની કામગીરીની તપાસ પણ થઇ રહી છે. દુર્ઘટનામાં જવાબદાર તમામ વિરૂદ્ધ કાર્યવાહી થશે, જવાબદાર અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. કડક કાર્યવાહીના CM અને ગૃહ રાજ્યમંત્રીએ આદેશ આપ્યા છે. મૃતકોને ન્યાય મળે તે પ્રકારે તપાસ કરવામાં આવશે, તમામ IAS,IPSની પૂછપરછ કરવા માટેના આદેશ આપ્યા છે”,

ઉલ્લેખનિય છે કે, રાજકોટ અગ્નિકાંડ મામલે  ગાંધીનગરમાં આજે એસઆઇટી (SIT)  સાથે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં RMCના ચીફ ફાયર ઓફિસરની ભૂમિકા પર પણ સવાલ થતાં તમામ સામે પૂછપરછ થશે. ઉલ્લેખનિય છે કે, 2021થી બધાજ નિયમોને નેવે મૂકીને 2024 સુધી આ ગેમઝોમ ધમધમતુ હતુ. તેથી આ સમય દરમિયાન ફરજ બજાવી ચૂકેલા તમામની પૂછપરછ થશે. રાજકોટમાં ત્રણ વર્ષ પૂર્વ મનપા કમિશનર અને રાજકોટમાં સમય દરમિયાન  સીપી રહી ચુકેલા ત્રણ IPSના પણ  નિવેદન લેવામાં આવશે.                                                                                                                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Embed widget